fbpx

પાટણ યુનિવર્સિટી ખાતે બિન શૈક્ષણીક સ્ટાફ માટે કોમ્પ્યુટર સ્કીલ ડેવલપમેન્ટ તાલીમનો કુલપતિ એ પ્રારંભ કરાવ્યો….

Date:

પાટણ તા.૧૦
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં International Quality Assurance Cell દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્ડ ઇનફોર્મેશન ટેકનોલોજીના સહયોગથી કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો સોમવાર થી કુલપતિ ની ઉપસ્થિત મા પ્રારંભ કરવામાં આવ્યો છે.જે તા.15 જુન સુધી ચાલશે.જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને વહીવટી ભવન ની વિવિધ શાખાઓ માંથી 40 જેટલા બિન શૈક્ષણિક કર્મચારીઓને કોમ્પ્યુટરની ટ્રેનીંગ મેળવશે.

ટ્રેનિંગ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં કુલપતિ પ્રો.ડો.કિશોરભાઈ પોરિયા, કુલસચિવ ડો.રોહિત દેસાઈ, નાયબ કુલસચિવ અને મહેકમ શાખાના ઇન્ચાર્જ અધિકારી ડો. કમલ મોઢ, IQACell ડાયરેક્ટર પ્રો. (ડો.) સંગીતાબેન શર્મા અને ડિપાર્ટમેન્ટના કોર્ડીનેટર ડો. ભાવેશ પટેલ હાજર રહ્યા હતા. કુલપતિ એ આજના ટેકનોલોજી યુગમાં કોમ્પ્યુટર ની જરૂરિયાત અને તેનું મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. કુલસચિવ એ હસતા -હસતા ટ્રેનિંગ લેવા માટે કર્મચારીઓને મોટીવેટ કર્યા હતા.

પ્રો.સંગીતાબેન શર્માએ છ દિવસની ટ્રેનિંગના અભ્યાસક્રમની રૂપરેખા ટૂંકમાં આપી તાલીમાર્થીઓને નિયમોથી વાકેફ કર્યા હતા. ડો.ભાવેશ પટેલે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર તાલીમની કામગીરી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું.. ~ 369News

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે..

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે.. ~ #369News #JAGANNATH