એસોસિએશનની માંગ નહીં સંતોષાય તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી…
પાટણ તા. ૧૨
એચએનજીયુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા ઉત્તર ગુજરાતની તમામ GMERS મેડીકલ કોલેજનાં તમામ INTERN ડોક્ટર્સ દ્વારા મેડીકલ કોલેજના ડિન ને સ્ટાઈપેન્ડ વધારાના વિષય સાથે મંગળવારે આવેદન પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત ઉત્તર ગુજરાત ની GMERS મેડીકલ કોલેજ ધારપુર , GMERS મેડીકલ કોલેજ વડનગર અને GMERS મેડીકલ કોલેજ હિંમતનગર ના INTERN ડોક્ટર્સ ની હાજરીમાં ડીને આવેદન પત્ર સ્વીકાર કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગુજરાત ને મોકલી આપવાની ખાતરી આપી હતી.
હાલ INTERN DOCTOR ને ૧૮,૨૦૦ રૂપિયા માસીક વેતન રાજ્ય સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચુકવવામાં આવી રહ્યું છે. એચ એન જી યુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનના ઇન્ટરશીપ કરતા ડોક્ટરો ની માંગણી છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયમ અને ધારાધોરણ મુજબ દર ત્રણ વર્ષ ૪૦ % INTERNS DOCTORS ના STIPEND માં વધારો કરવાની જોગવાઈ છે. ત્રણ વર્ષ ની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે. પણ હજુ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ – ગુજરાત સરકાર દ્વારા INTERN DOCTORS નિયમો મુજબ નૂ STIPEND છેલ્લા બે મહીના થી ચુકવાયુ નથી.
જો એચ એન જી યુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્રારા કરેલ રજૂઆતનું આગામી સમય માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોગ્ય રીતે નિરાકરણ નહી લાવવામાં આવે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ – સંલગ્ન મેડીકલ કોલેજો ના મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન ના INTERN DOCTORS ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી