fbpx

પાટણ – સરસ્વતી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેરના સિંધવાઈ માતાજીના સાનિધ્યમાં શુક્રવારના રોજ પાટણ સરસ્વતી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ પાટણની વાર્ષિક સાધારણ સભા અને નવા વર્ષના સ્નેહ મિલન સમારોહ નું આયોજન નિવૃત્ત ટાઉન પ્લાનિંગ ઓફિસર વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને પેન્સનરોનું પાટણ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોશી એ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ અમદાવાદના મહામંત્રી અને ગુજરાત રાજ્ય ઇજનેર મંડળના અધ્યક્ષ રમણભાઈ પટેલ અને ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળ વડોદરાના મહામંત્રી ચંદુલાલ જોશી એ પેન્શનરો ને લગતાં પ્રશ્નો બાબતે અને પેન્શનરોને મળવાપાત્ર લાભો સરકાર દ્વારા મળે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ બની સરકારમાં અવાર નવાર રજુઆત કરતાં હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સન્માનનીય વ્યક્તિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ પોતાના ઉદબોધનમાં પેન્સનરોને વૃદ્ધત્વ વેડફી નાખવાની અવસ્થા નથી પરંતુ જીવનનું ઉચ્ચત્તમ શિખર હોવાનું જણાવી ઓફિસ,પરિવાર,સામા જિક જવાબદારી ઓ નિભાવ્યા પછી પેન્સનરો એ પોતાનું શેષ જીવન ધર્મમય અને આનંદમય બનાવવા અનુરોધ કરી જ્યાં સુધી પેન્શનર મંડળ નું ભવન તૈયાર ન થાય ત્યાં સુધી જગન્નાથ મંદિરનો કોન્ફરન્સ હોલ આવા કાર્યક્રમ માટે મંડળને વિનામૂલ્ય આપવાની જાહેરાત કરી હતી.સમારંભના અધ્યક્ષ વિનોદભાઈ જોશી એ પણ પેન્શનરોને સ્પર્શતા મુદ્દાઓ વિશે પોતાના વિચારો રજૂ કરી નિવૃત્ત પેન્સનરોનું જીવન શ્રેષ્ઠ બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે એડિશનલ ટ્રેઝરી ઓફિસર પાટણના મહાવીસિંહ ચાવડા, SBI બેન્ક પાટણના ચીફ મેનેજર રવિકાતસિહ, બ્રાન્ચ મેનેજર બીઓબી મુખ્ય શાખા પાટણ સંતોષ કુમાર ચૌધરી, SBI માર્કેટ યાર્ડ શાખા બ્રાન્ચ મેનેજર કપિલ શર્મા, ભોજનદાતા ડાહ્યાભાઈ ઠકકર, શાલ ના દાતા વિઠ્ઠલભાઈ પરમાર, મંડપના દાતા નટવરસિંહ ચાવડા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ સરસ્વતી તાલુકા નિવૃત કર્મચારી મંડળ પાટણ દ્વારા આયોજિતકાર્યક્રમની આભાર વિધિ સરસ્વતી તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ ઉમેદજી ઠાકોરે કરી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન અશોકભાઈ ત્રિવેદી અને આત્મારામભાઈ નાયી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા પાટણ તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોશી, સરસ્વતી તાલુકા પ્રમુખ ઉમેદજી ઠાકોર,પાટણ તાલુકા મંત્રી રસિકલાલ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર સ્વામી નારાયણ મંદિર નો હરીક મહોત્સવ અને શ્રી કષ્ટભંજન દેવ ની પુન: પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

પાટણ તા. ૩સ્વામિનારાયણ મંદિર - મહાતીર્થધામ સિધ્ધપુર ખાતે "સિધ્ધપુરધામ...

પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ ના ચૈત્રી માસ નિમિત્તે આયોજિત સમૂહ ગરબા નું નવચંડી યજ્ઞ સાથે સમાપન….

પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના ચૈત્રી માસ નિમિત્તે આયોજિત સમૂહ ગરબાનું નવચંડી યજ્ઞ સાથે સમાપન.. ~ #369News