પાલિકા દ્વારા આ જગ્યા પરનું દબાણ કાયમી દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ તેવી માગ ઉઠી..
પાટણ તા. ૧૫
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ જુની સબ જેલની દિવાલ ને અડીને દબાણકતૉ ભંગારના વેપારી દ્રારા કરાયેલ ગેરકાયદેસર નું પાકા બાધકામને લઈને અવર જવર નો રસ્તો બંધ થઈ જતાં આ દબાણ દુર કરવા પાટણ નગરપાલિકા મા કરાયેલી રજુઆત ના પગલે એક મહિના પહેલા ચિફ ઓફિસર દ્વારા આ પાક્કું દબાણ જેસીબી મશીન થી દૂર કરી જગ્યા ખુલ્લી કરી દબાણકતૉ ને કડક સુચના આપી આ જગ્યા પર દબાણ નહિ કરવા જણાવવામાં આવ્યું હતું.
ત્યારે એક માસ પછી ભંગારના વેપારીએ પાલિકા ની સૂચનાનો અનાદર કરીને પુનઃ ઉપરોક્ત સ્થળ પર પતરાં નો શેડ કરી રસ્તો બ્લોક કરી દબાણ કરવામાં આવ્યું હોય જે દબાણ ને પાલિકા દ્વારા કાયમી ધોરણે દુર કરી રસ્તાની જગ્યાને કાયમી ધોરણે ખુલ્લી કરવામાં આવે તેવી માગ વિસ્તારના લોકો મા ઉઠવા પામી છે.
આ માગૅ પરથી દિવસ દરમ્યાન નગરપાલિકાના સતાધીશો, નગરસેવકો અનેક વખત પસાર થતાં હોવા છતાં તેઓના ધ્યાને આ ગેરકાયદેસર નું દબાણ કેમ નજર નહિ આવતું હોય તેવી ચચૉઓ પણ વિસ્તારના લોકો કરી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ દબાણ ખુલ્લુ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી