fbpx

રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયાં..

Date:

ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા..

પાટણ તા. ૨૬
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે લોકસભા ની ચૂંટણીને લઈને હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા ની કામગીરી દરમિયાન રાધનપુર ખાતે રહેતા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા નવીન ભાઈ કરમણ ભાઈ ચૌધરી પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાતા નિરીક્ષકો સાથે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી સહિત ભાજપના આગેવાનોએ તેઓને ભાજપનો ખેસ પહેરાવી રૂડો આવકાર આપી આગામી લોકસભા ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ને વિજય બનાવવા અપીલ કરી હતી.

રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નવીનભાઈ કરમણ ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વષૅ 2005 થી કોંગ્રેસમાં જોડાયા બાદ 2023 સુધી કોંગ્રેસ માટે ઘણી જ મહેનત કરી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં મહેનત કરનાર કાર્યકર્તાઓની કદર ન હોવાના કારણે તેમજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશનો થઈ રહેલ વિકાસને ધ્યાનમાં રાખી ને ભાજપ ના કાર્યકર તરીકે આજે જોડાઈને દેશ અને જિલ્લા ના વિકાસ મા સહભાગી બનીશ તેવી ખાતરી  આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય…

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય… ~ #369News

પાટણના શ્રી ચામુંડા સ્ટીલ ફર્નિચર ના કારખાના માં ચોરી કરી ફરાર થયો..

કારખાના ના માલિકે માર્કેટ યાર્ડના સીસીટીવી કેમેરા ના કુટેજો...

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ નગર પાલિકા દ્વારા જાહેર જનતા જોગ પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ..

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ નગર પાલિકા દ્વારા જાહેર જનતા જોગ પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ.. ~ #369News