કયુ આર કોડ ની સેવાનો બે દિવસમાં અનેક મિલ્કત ધારકોએ લાભ લઈ રૂ.1.25 લાખની રકમ વેરા પેટે જમા કરાવી…
પાટણ તા. ૧૯
પાટણ નગરપાલિકા દ્વારા મિલકત ધારકોને પોતાના વેરા ભરપાઈ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે શાખા દ્વારા શનિવારથી કયુ આર કોડ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું વેરા શાખા ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
પાટણ નગરપાલિકાની વેરા શાખામાં વેરો ભરપાઈ કરવા આવતા મિલકત ધારકો જો રોકડ રકમમાં વેરો ભરપાઈ ન કરવા માંગતા હોય તો તેવા મિલકત ધારકો માટે ક્યુ આર કોડ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માં આવ્યું હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા ક્યુ આર કોડ ના માધ્યમથી વેરા સ્વીકારવાની કામગીરી બાબતે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાની વેરા શાખામાં વેરો ભરપાઈ કરવા આવતા મિલકત ધારકોએ ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ પોતાની બાકી વેરાની રકમ વેરા શાખા મા જમા થયેથી વેરો જમા થઈ ગયેલ છે તેવી પાવતી સ્થળ પરથી જ વેરા ભરપાઈ કર્યાની મેળવવાની રહે છે.
વેરા શાખામાં મિલકત ધારકો માટે શરૂ કરાયેલી ક્યુ આર કોડ ની સેવાનો બે દિવસમાં અનેક મિલકત ધારકોએ લાભ લઈ અત્યાર સુધીમાં ક્યુ આર કોડ ના માધ્યમથી રૂ. 1.25 લાખ જેટલી રકમ વેરા પેટે મિલકત ધારકોએ વેરા શાખામાં જમા કરાવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો વેરા શાખાની કયુ યુ આર કોડ મારફતે વેરા સ્વીકાર કરવાની સુવિધા ને મિલકત ધારકોએ પણ સરાહનીય લેખાવી છે.
અહેવાલ યશપાલ સ્વામી