fbpx

ધારણોજ ખાતે આવેલ પી. એચ. સી. સેન્ટર ને સી. એચ. સી. સેન્ટરનો દરજ્જો આપવાની માગ ઉઠી.

Date:

પાટણ તા. ૧૮
પાટણ તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થાન સમા ધારણોજ ગામે આવેલ પીએચસી સેન્ટરને સીએચસી સેન્ટર નો દરજજો આપવા રાજયના આરોગ્ય મંત્રી ને ધારણોજ ગામના સામાજિક અને સેવાભાવી યુવાન મોહનભાઈ રબારી એ પત્ર લખી રજુઆત કરી હોવાનુ જાણવા મળ્યું છે.

રબારી મોહનભાઈ મગનભાઈ સમાજીક સેવા
ભાવી કાર્યકતૉએ આરોગ્ય મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ધારણોજ ગામ ‘માઁ જહુ’ નું પ્રખ્યાત તીર્થ સ્થાન છે અને જયાં વર્ષે હજારો યાત્રાળુઓ પોતાની માનતા-આખડી પુરી કરવા તથા દર પુનમે અને રવિવારે આ વિસ્તારનુ પ્રસિદ્ધ યાત્રાધામ હોવા થી મોટી સંખ્યામાં ભકતો નો ઘસારો રહેતો હોય છે.

આજુ બાજુ ના આશરે ૨૫ ગામો ની વસ્તી ધારણોજ મુકામે આવેલ પીએચસી સેન્ટર ખાતે આરોગ્ય સેવાનો લાભ લેવા માટે તથા દવા લેવા માટે આવે છે અને ગામ ખાતે એક મેડીકલ ઓફીસર ડોકટરની નિમણુંક કરેલ છે અને તે ફકત દવા તથા ડાયાબીટીશ. બી.પી.ની ચકાસણી કરે છે અને સાંજે તેઓ જતા રહે છે.ત્યારે આ પીએચસી સેન્ટર ને સી.એચ.સી. સેન્ટર બનાવવામાં આવે તો તાત્કાલીક અકસ્માત કે અન્ય સ્ત્રીરોગો, તથા હૃદયરોગ કે અન્ય ગંભીર રોગોની સારવાર આ વિસ્તારની પ્રજાને મળી રહે અને તેઓને પાટણ કે ધારપુર જવું ન પડે અને ખોટા ધકકા તથા સમય અને રૂપિયાની બચત થાય તેમ હોય આ વિસ્તારી ની પ્રજાની લોક માંગણી ને ધ્યાનમાં રાખીને ધારણોજ પીએચસી સેન્ટર ને સીએસસી સેન્ટર નો દરજજો આપવા તેઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

મહિલાઓને આત્મ નિભૅર બનાવવાના ઉદેશ સાથે મહિલાઓ ને ગૃહ ઉદ્યોગનું માગૅદશૅન આપી વગર વ્યાજની લોન અપાય..

#મહિલાઓને #આત્મ નિભૅર બનાવવાના ઉદેશ સાથે મહિલાઓ ને #ગૃહ ઉદ્યોગનું માગૅદશૅન આપી વગર વ્યાજની લોન અપાય.. ~ #369News

પાટણમાં ડેન્ગ્યુના કેસ પ્રકાશ મા આવતા તંત્ર દ્વારા ડોર ટુ ડોર પોરા નાશક કામગીરી શરૂ કરાઈ.

પાટણ તા. ૧૭પાટણ શહેરના કુલડીવાસ,ઈબકાલ ચોક, મોટીસરા જેવા વિવિધ...

રાધનપુર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગને લઈને વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવાય..

રાધનપુર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગને લઈને વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવાય.. ~ #369News