fbpx

પાટણ જિલ્લાના સાંતલપુરના બાબરા ગામમાં ઘૂંટણસમાં પાણીનો નિકાલ ન થતાં લોકોને પરેશાની

Date:

બાબરા ગામમાં ઘૂંટણસમાં પાણી ન ઓછરતાં લોકોને હાલાકી

વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ પગલાં ન ભરાતાં ગ્રામજનોમાં રોષ

પાટણ જિલ્લાના સાંતલપુરના બાબરા ગામમાં ભારે વરસાદને પગલે પાણીનો નિકાલ નહીં થતા જાહેર રસ્તાઓમાં તેમજ શેરીઓમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. લોકો જેવા ઘરની બહાર નીકળે તરત પાણીમાં ચાલવાનું હોવાથી અવરજવર કરવામાં ખુબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

બાબરાથી હાઇવેને જોડતો રોડ મર્યાદાથી ગામથી ખૂબ જ ઉંચો અને રોડની સાઇટ માં જે નિકાલ વર્ષોથી થતો હતો તે વિસ્તારોમાંથી પાણીનો નિકાલ અટકાવી દેવામાં આવતા ઘરોમાં અને શેરીઓમાં પાણી ભરાઇ ગયા છે. જેના પગલે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રસ્તાઓમાં ભારે જતાં પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે મકાનો પડી જવાની દહેશત ઉભી થવા પામી છે.બાબરા ગામે છેલ્લા પાંચ વરસાદી પાણી નિકાલની આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે છતાં જવાબદાર વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઇ જ પગલાં ભરવામાં નહીં આવતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.

બાબરા ગામની નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ નજીકથી પણ પાણી નિકાલ અંગે વ્યવસ્થા નાં હોવાથી સમસ્યા રહે છે.જેનાથી આજુબાજુનાં ખેતરો વાડાઓ અને રસ્તાઓ પાણીથી ભરાઇ ગયા છે.જેમ ચોમાસામાં વરસાદ થાશે તેમ કોઈ જ નિકાલ ન હોવાથી વરસાદનું પાણી વધારે ને વધારે ભરાશે જેનાથી ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડશે અને ગામ ડૂબવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવું ગામના વાલાભાઇ આહીર દ્વારા જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહ લગ્નમાં 29 નવદંપતી જોડાયા.

પૂ. દોલતરામ બાપુ સહિતના સંતોએ નવદંપતિઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા. પાટણ...

યુનિ સંલગ્ન સ્નાતક કોલેજોમાં સેમ-1 મા ઓનલાઇન પ્રવેશ માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ…

પાટણ તા. ૨૭પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ...

પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ..

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં...