fbpx

પાટણ પ્રજાપતિ મહિલા સમિતિ દ્વારા ચાલતા બ્યુટી પાર્લર કોષૅની બહેનોએ રાજપુર આઈટીઆઈ માં ચાલતા બ્યુટી પાર્લર વિભાગની મુલાકાત લઈ જાણકારી પ્રાપ્ત કરી ..

Date:

પાટણ તા. ૨૬
પાટણ પ્રજાપતિ મહિલા સમિતિ દ્વારા પ્રજાપતિ સમાજની બહેનોને આત્મ નિર્ભર બનાવવા બ્યુટી પાર્લર કોષૅ એક માસ માટે શહેરના ટેલીફોનએક્ષ્ચેન્જ રોડ પર આવેલ સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટીના એસી હોલમા સમાજના દાતા પરિવારોના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે.

સમાજની બહેનોને આત્મનિભૅર બનાવવાના ભાગરૂપે મંગળવારે બ્યુટી પાલૅર કોષૅ નો અભ્યાસ કરી રહેલ 50 થી વધુ બહેનોને પાટણ સમીપ આવેલ રાજપુર આઈ.ટી.આઈ ખાતે ચાલતા બ્યુટી પાર્લરના વર્ગની મુલાકાત લીધી હતી. બહેનો ને લઈ જવા અને લાવવા માટે ઓક્સફર્ડ સ્કૂલ ના ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી દ્વારા બસની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

પાટણ પ્રજાપતિ મહિલા સમિતિના પ્રમુખ રીમાબેન ઓઝા અને ભારતીબેન પ્રજાપતિની આગેવાની હેઠળ સમાજની 50 થી વધુ બહેનોએ રાજપૂર આઈટીઆઈ મા ચાલતા બ્યુટી પાલૅર કોષૅ વિશે રૂબરૂ માહિતી મેળવી ત્યાં અપાતી તાલીમ થી માહિતગાર બન્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે.પટેલ પુનઃ વરણી..

ઉપપ્રમુખ તરીકે ઠાકોર બદસંગજી વાઘાજી અને માનદ મંત્રી તરીકે...

શ્રાવણ માસના બીજા સોમવારે પણ જોશીપરિવાર દ્વારા કાવડ યાત્રા ભક્તિ સંગીત ના સુરો વચ્ચે નિકળી..

શહેરના દવેના પાડા થી નીકળેલી કાવડ યાત્રા શહેરના રાજમાર્ગ...

પાટણના આબલીયાસણ ગામે ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...