જલારામ મંદિર સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ સરાહનીય બની..
પાટણ તા. ૨૦
પાટણ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય, ધાર્મિક, આરોગ્ય લક્ષી તથા શૈક્ષણિક પ્રવૃતિ સાથે ભૂખ્યાને ભોજન વગેરેની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગુરૂવારે પાટણ તથા પાટણ ની આજુબાજુ આવેલ ગ્રામ્ય વિસ્તાર ની શાળાઓમાં તથા સંસ્થા ઓમાં અભ્યાસ કરતા જરૂરિયાત મંદ બાળકોને વિના મૂલ્યે અંદાજે રૂપિયા 1.50 લાખના ચોપડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કર,હસમુખભાઈ પટેલ, પ્રભુરામ ભાઈ ઠક્કર, વ્યોમેશ ભાઇ પરીખ સહિત ના આમંત્રિત મહેમાન નીતિનભાઈ જોશી, વેપારી મહામંડળના પ્રમુખ મહાસુખભાઈ મોદી,પી.આઈ. ઠક્કર, જલારામ મંદિરના પુજારી રશ્મિકાંત રાવલ, ધમેન્દ્ર રાવલ, હિતેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કર દ્વારા જલારામ મંદિરની વિવિધ પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને દર સાલની જેમ આ સાલે પણ પાટણ ની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓમાંજલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 7000 નોટબુકો 1000 ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી