ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને આગળ ની કાર્યવાહી માટે રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો..
પાટણ તા. 20
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પાટણ SOG પીઆઇ સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમી ના આધારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે ખેતર માંથી ગાંજા ની ખેતી ઝડપી અંદાજીત 42,510કિલો થી વધુ ના ગાંજાના લીલા
છોડ કિ. રૂ. 4,25,100 સાથે ગાંજાનું વાવેતર કરનાર શખ્સને ઝડપી આગળની કાર્યવાહી માટે રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે આધારભૂત સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પાટણ એસ.ઓ.જી પીઆઈ રાકેશભાઈ ઉનડકટ અને તેમની ટીમ દ્વારા ગુરૂવારના રોજ ખાનગી બાતમી ના આધારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે પ્રભાતસિંહ ઉર્ફે લાલુભા દ્રારા પોતાના ખેતરના સેઢા મા કરેલ ગાજા ના વાવેતર ને ઝડપી અંદાજીત 42.510 કિલો ગ્રામ થી વધુના લીલા ગાંજાના છોડ કિ. રૂ. 4,25,100 સાથે પ્રભાતસિંહ ઉર્ફે લાલુભા ની અટકાયત કરી રાધનપુર પોલીસ ને સોંપતા રાધનપુર પોલીસે ઉપરોક્ત ગુનાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી