fbpx

શ્રી પાંચ પીપળ કુવાવાળી શક્તિ મંદિર ના 13 માં વાર્ષિક પાટોત્સવ ની ભક્તિમય ઉજવણી કરાઈ..

Date:

ડાયરાના દેશી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી ભક્તોને મંત્ર મુગ્ધ બનાવ્યા..

13 માં વાર્ષિક પાટોત્સવ ને લઇ મંદિર પરિસર ખાતે નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ મહાપુજા, મહાઆરતી જેવા ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

પાટણ તા.14
પાટણ- ઉઝા હાઈવે પર આવેલ પાંચ પીપળ કુવા વાળી શકિત મંદિર પરિસર ખાતે પ. પૂ. મહંત શ્રી શંકરગીરી ગુરૂ શ્રીશ્રી 1008 લક્ષ્મણગીરી કાલીધાટ કલકત્તા વાળા હાવડા બ્રિજ (જુની સરકાર) ના સાનિધ્યમાં મંદિર પરિસર નો 13 મો વાર્ષિક પાટોત્સવ જેઠ વદ અગિયારસ ને તારીખ 14 જુન બુધવાર ના રોજ ભક્તિ મય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.

મંદિર પરિસર ના વાર્ષિક પાટોત્સવને અનુલક્ષીને તારીખ 13 જુનના રોજ શ્રી શક્તિ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં દેશી લોક ડાયરા ના કલાકારો દ્વારા મોડી રાત સુધી ભજનોની રમઝટ બોલાવી ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.

કલાકારોને પ્રોત્સાહિત કરવા પરમ પૂજ્ય શંકરગીરીજી ગુરુ શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય લક્ષ્મણગીરી સહિત ના સેવક ગણે કલાકારો ના માથે નોટો નો વરસાદ વરસાવ્યો હતો.તો મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને તા.14 જુન બુધવારે માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ, ધ્વજા રોહણ, મહાપુજા, મહા આરતી સહિત ના ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.

યજ્ઞના યજમાન પદે મયુરભાઈ ચુનીલાલ પટેલ પરિવાર અને પિન્કીબેન વિજયભાઈ રમેશભાઈ પટેલ પરિવારે લ્હાવો લીધો હતો. યજ્ઞની શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વિધિ પંડિત સૌરભભાઇ સહિત ના ભૂદેવો દ્રારા કરવામાં આવી હતી.

પાંચ પીપળ કુવા વાળી શક્તિ મંદિર પરિસર ખાતે 13 મા વાષિર્ક પાટોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગમા મોટી સંખ્યામાં ભકતગણે ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પાટોત્સવ ના ધામિર્ક પ્રસંગને સફળ બનાવવા મંદિર ના મહંત શ્રી શંકરગીરી ગુરૂ શ્રી શ્રી 1008 પ. પૂ.શ્રી.લક્ષ્મણગીરી સહિત મંદિર ના સેવક મયુરભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ ( મંત્રી), અશ્વિન પટેલ ( દાઢી), મયુર ભારથી ગોસ્વામી,હષૅદ ભારથી ગોસ્વામી,વ્યાસ અલ્કેશભાઈ ઉર્ફે પંડિતજી દિયોદર વાળા, યશપાલ સ્વામી સહિત નાઓએ જહેમત ઉઠાવી આયોજન ને સફળ બનાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

T20 વર્લ્ડકપની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો રાધનપુર નો સટોડીયાને રાધનપુર પોલીસે ઝડપ્યો..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...