fbpx

પાટણ પંથકના છેવાડાના જાખોત્રા ગામમાં પાણીના પોકારો વચ્ચે તંત્ર ના નલ સે જલ યોજનાના દાવા પોકળ બન્યાં…

Date:

પાટણ તા. ૨૧
ઉનાળા ના દિવસોમાં પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાણી ના પોકારો ઉઠતાજિલ્લા માં નલ સે જલ યોજના ની કામગીરી ના દાવા કાગળ પર હોય તેમ પોકળ બન્યાં હોવાની લોકો પ્રતિતી કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે ઉનાળાની શરૂઆત થી જ પાણી ની સમસ્યા સજૉવા પામી હતી

જે સમસ્યા ને નિવારવા તંત્ર દ્વારા ટેન્કર મારફતે ગ્રામજનોને પાણી પહોચાડવાની ફરજ પડતાં ટેન્કર મુક્ત ગુજરાતના આ ગામડામાં ટેન્કર રાજ ના દ્રશ્યો જોવા મળતાતંત્રના નલ સે જલ યોજના ના દાવાઓ ફક્ત કાગળ પર ના હોવાનીસાથે પોકળ બન્યાં હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે..

જાખોત્રા ગામે પાણી ની રામાયણ ને લઈને તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવતા ગામમાં પાણીનું ટેન્કર આવતાની સાથે જે લોકો પાણીની લૂંટ કરતા હોય તેવા દ્રષ્યો સર્જાય રહેલા જોવા મળે છે. ગામમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા કારણે પીવાનું પાણી સમયસર અને પૂરતું ના આવતું હોવા થી ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે પરંતુ પાણીનું ટેન્કર આવતાની સાથે જ પાણી ભરવા માટે લોકો પડાપડી કરતાં યુદ્ધ જેવા દ્રશ્યો સજૉતા હોય છે. ગામમાં સંપ છે પરંતુ તેમાં પૂરતું અને સમય સર પાણી નાખવામાં ન આવતા ગ્રામજનોને ટેન્કર ના સહારે પાણી મેળવવાની ફરજ પડી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભાવિપ દ્રારા મોટા ભારે વૃક્ષોને ટ્રીમીંગ (છટણી) કરી બચાવવા પાલિકા ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

પાટણ ભાવિપ દ્રારા મોટા ભારે વૃક્ષોને ટ્રીમીંગ(છટણી) કરી બચાવવા પાલિકા ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. ~ #369News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ ના જન્મ દિવસ ની ઉજવણી ના ઉપ્લક્ષ માં સેવાકિય પ્રવૃત્તિ કરાય..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ ના જન્મ દિવસ ની ઉજવણી ના ઉપ્લક્ષ માં સેવાકિય પ્રવૃત્તિ કરાય.. ~ #369News

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં નવરાત્રી પર્વ “થનગનાટ – 2023” નું આયોજન કરાયું…

ખેલૈયાઓ સાથે સ્કૂલ પરિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસગરબા ની રમઝટ...