fbpx

રોજગાર લક્ષી સ્કિલ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ એટલે ITI…

Date:

પાટણ તા. ૨૧
સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શુક્રવાર ના રોજ રાજપુર આઈ.ટી.આઈ ખાતે ચાલતા અનેકવિધ ટ્રેડ ની મુલાકાત લીધી હતી..

કેબિનેટ મંત્રીએ રાજપુર આઈટીઆઈ ખાતે ચાલતા કોપા, કોસ્મેટોલોજી, સમર સ્કીલ વર્કશોપ અન્વયે પ્રોજેક્ટ ગેલરી તેમજ વાયરમેન વિભાગની મુલાકાત કરી.

ત્યાં આપવામાં આવતી ઔદ્યોગિક તાલીમ, આધુનિક મશીનરી અને તેના ઉપયોગથી મળતી રોજગારી વિશે માહિતી મેળવી તાલીમાર્થીઓ અને સ્ટાફ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો કર્યા હતા.

કેબિનેટ મંત્રીની રાજપુર આઈટીઆઈ ની મુલાકાત પ્રસંગે જિલ્લા, આસિ. કલેક્ટર,પ્રાંત અધિકારી, મામલતદાર, શ્રમ રોજગાર વિભાગના જિલ્લા અધિકારીઓ,આઈ.ટી.આઈ નાં અધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની નાણાવટી સ્કૂલ સી.આર.સી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું..

નાણાવટી ક્લસ્ટર ની 8 સ્કૂલોના વિદ્યાર્થીઓએ જુદી જુદી 11...