google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સરસ્વતી તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. ૨૧
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ કલેક્ટર કચેરી દ્વારા આયોજિત ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં સરસ્વતી તાલુકા મામલતદાર કાંતિભાઈ કે.રાણાવાસીયા, તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતના પ્રમુખ બળદેવભાઈ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતેશભાઈ પ્રજાપતિ, રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી સહિત સરકારી વિભાગોના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મળી કુલ ૫૨૯ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનું સફળ સંચાલન ધવલભાઈ પ્રજાપતિ (નાયબ મામલતદાર), આશિષભાઈ પાઠક (તલાટી કમ મંત્રી અઘાર), દિલીપભાઈ (બીઆરસી) અને રિજિયોનલ સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી અને તેમના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલ હતી.

આ મહાપર્વને વધારે સફળ બનાવવા માટે ગુજકોસ્ટ ગાંધીનગર ના સલાહકાર ડો.નરોત્તમ શાહુ ના માર્ગદર્શન મુજબ યોગ પ્રેમીઓ માટે સવારે 6 થી 9 વાગ્યા સુધી સાયન્સ સેન્ટરમાં પ્રવેશ નિસુલ્ક રાખવા માં આવેલ. પુરુષ યોગ નિષ્ણાતજયંતિભાઈ ઠાકોર અને મહિલા યોગ નિષ્ણાત શ્રીમતી મીનાબેન પટેલે યોગનું મહત્વ અને તેના ઇતિહાસ વિશે માહિતી આપીને યોગ નું પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું.

તેમને સહભાગીઓને વિવિધ રોગના નિવારણ માટે ઉપયોગી યોગાસનો વિશે પણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમની સાથે ટેકનોલોજીના માધ્યમ થી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે યોગ દિવસના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું. સહ ભાગી ઓએ યોગ વિશે જાણી અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીને ખૂબ ઉત્સાહ અનુભવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related