પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા બ્યુટી પાર્લરના વર્ગો શરૂ કરાયાં…

પાટણની જરૂરિયાત મંદ ૪૦ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું..

પાટણ તા. ૨
પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા વિવિધ સાહિત્યલક્ષી કાર્યક્રમો ઉપરાંત પાટણના યુવાનો, બહેનો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક તથા રોજગાર લક્ષી કાર્યક્રમો કરાઈ રહ્યા છે ત્યારે પાટણ ની જરૂરી યાતમંદ બહેનો આત્મ નિર્ભર બને તે હેતુથી તા. ૨ એપ્રિલ થી તા.૩૧ મેં સુધી રાહત દરે બ્યુટી પાર્લર ના વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ બ્યુટી પાર્લર વર્ગો નિકીતાબેન લીંબાચીયાનાં માર્ગ દર્શન હેઠળ દરરોજ બપોરે ૨ થી ૪ ના સમય દરમ્યાન લાઇબ્રેરીમાં લેવામાં આવશે. આ બ્યુટી પાલૅર વર્ગો માં બેઝીક બ્યુટી પાર્લર, થ્રેડીંગ,વેકસીંગ,બ્લીચ, ડી.ટોન, ફેશીયલ, મેનીક્યોર, પેડીકયોર, હેરકટીંગ, મસાજ, હેર સ્ટાઈલ નું પધ્ધતિસર પ્રેકટીકલ સાથે માગૅદશૅન આપવામાં આવશે.

આ બ્યુટી પાર્લર વર્ગોમાં કુલ ૪૦ જરૂરિયાત મંદ બહેનોનું રજીસ્ટ્રેશન થયેલ છે.આ ઉપરાંત લાઇબ્રેરી દ્વારા વેકેશનમાં વિદ્યાર્થીઓને રાહતદરે કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે હેતુથી આગામી તા ૮ એપ્રિલ થી તા. ૭ મેં સુધી કોમ્પ્યુટરના વિવિધ વર્ગોનું આયોજન પણ કરવામાં આવ્યુ હોવાનું સંસ્થાના પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરાએ જણાવી બ્યુટી પાલૅર કોષૅ માટે રજિસ્ટ્રેશન કરેલ બહેનોને શિસ્ત અને નિયમીત તા જાળવી આત્મ નિર્ભર બનવા માર્ગદર્શન આપીને લાઇબ્રેરીનાં કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે લાઈબ્રેરીના સભ્યો સુનીલભાઈ પાગેદાર, સુરેશભાઈ દેશમુખ, અશ્વિનભાઈ નાયક, ટ્રેઈનર નીકીતાબેન લીંબાચીયા, ખજાનચી રાજેશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતાં.