google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના વોડૅ નં- 3 મા બાલાપીરની છેલ્લી શેરીમાં ભૂગર્ભ ગટર ની સમસ્યા મામલે રહીશોની પાલિકા મા હલ્લાબોલ ની ચિમકી.

Date:

પાટણ તા. ૨૨
પાટણ નગરપાલિકા વોર્ડ નંબર -3 માં છીડિયા દરવાજા પાસે આવેલ બાલાપીરની છેલ્લી શેરીમાં છેલ્લા 15 – 20 દિવસથી ભૂગર્ભ ગટરના દુષિત પાણી ઉભરાવાની સમસ્યા ઘેરી બની છે. આ સમસ્યાને લઇ શેરીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, એન્જિનિયર કિર્તીભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટરો સહિત ભૂગર્ભ ગટર ના ભાવેશભાઈ મોદીને અનેક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યા નું નિરાકરણ નહિ આવતા વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતી સેવાઈ રહી છે..

તો ભૂગર્ભ ગટરના દૂષિત પાણી માગૅ પરથી રેલાઈ ને શેરીની બહાર માતાજીના મંદિર સુધી રેલાતા લોકો ની ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ ગટર ઉભરાવવાની સમસ્યા અને લોકોમાં રોગચાળો થવાની ભીતી સાથે નાના બાળકો વારંવાર બીમાર પડતાં હોવા છતાં પાલિકા સતાધીશો આ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ આ પ્રાઇવેટ જગ્યા હોવાનું જણાવી રહિશો ને ઉદ્ધતાઈ ભર્યો અને ઉડાઉ જવાબ આપવામાં આવે છે..

ત્યારે આ સમસ્યા મામલે જો ટૂંક સમયમાં પાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં નહિ આવે તો શેરીના લોકો સાથે મળીને નગરપાલિકામાં હલ્લાબોલ કરાશે તેવી ચિમકી રહીશોએ ઉચ્ચારી હતી. તો આ સમસ્યા બાબતે પાલિકા પ્રમુખ અને ભૂગર્ભ ગટર ના ભાવેશભાઈ મોદી ને પુછતા તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા મોટાભાગના રહિશો ની ચોકડીઓ ધર આગળ ખુલ્લા મા બનાવવામાં આવેલ છે

તો રહિશો પણ સ્વચ્છતા બાબતે જાગૃત નહિ હોવાના કારણે મહિનામાં પાંચ વખત આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સજૉઈ છે અને તેનું નિરાકરણ પણ પાલિકા દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વિસ્તાર ની ભૂગર્ભ ગટર ની સમસ્યા નિવારવા વોડૅ ઈન્સપેકટર ને સાથે રાખીને રૂબરૂ સ્થળ તપાસ કરી જરૂર જણાયે વિસ્તારમાં ગંદકી કરતાં રહીશોને નોટિસ આપી વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યા નું નિરાકરણ લવાશે તેવું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નાયબ કલેકટર નું ઇન્સ્ટાગ્રામ માં ખોટું એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરાઈ…

નાયબ કલેકટર દ્વારા એકાઉન્ટ હેક કરાયું હોય નાણાકીય વ્યવહાર...

પાટણની સુદામા ચોકડી નજીક ના ગેરેજ પર દારૂ નો જથ્થો ઉતરે તે પહેલા એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો..

પાટણની સુદામા ચોકડી નજીક ના ગેરેજ પર દારૂ નો જથ્થો ઉતરે તે પહેલા એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો.. ~ #369News