fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે મહેસાણા-બ.કાં.ના વિદ્યાર્થી ઓ અને શિક્ષકો માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૯
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શનિવારે ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રાયોજિત મહેસાણા અને બ.કાંઠા શાળા તથા ભારતીય માનક બ્યુરો-અમદાવાદ પ્રાયોજિત મહેસાણાની ચાર શાળાઓના 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૃથ્વી ની ઉત્પત્તિ અને આધુનિક ખેતી પર સાયન્ટિફિક-શો સાથે નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલ ના માધ્યમથી પ્રકાશીય ઉપકરણો, તેના કાર્ય સિદ્ધાંત અને ઉપયોગો વિશે તથા આબોહવા પરિવર્તન, તેના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે અને હાઈડ્રોપોનિક્સ ખેતી અને તેના પ્રકારો, બીજના રોપણ થી તેના અંકુરણ વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડોક્યુમેન્ટ્રી-શો ના માધ્યમ થી ભારતીય માનક બ્યુરો, તેનું મહત્વ અને તેના કાર્યો વિશે સહભાગીઓને જાણકારીઆપવામાં આવી હતી.

સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે ખુબ મહત્વ ધરાવે છે જે ઇન્ટરેક્ટિવ વૈજ્ઞાનિક પ્રદર્શનો તથા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાનની ઉતેજનાને પ્રોત્સાહિત કરે છે. આમ સાયન્સ સેન્ટર આ પ્રદેશના બૌદ્ધિક વિકાસમાં ફાળો આપે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપ લાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે.

સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપ લાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે. ~ #369News

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી..

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી.. ~ #369News

પાટણ જિલ્લાની 802 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાશે..

પાટણ જિલ્લાની 802 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.. ~ #369News

યુનિવર્સિટી કેમ્પસમાં કેબીનેટ મંત્રી ના વરદ હસ્તે કતૅવ્ય સ્તંભ નું લોકાર્પણ કરાયું..

કતૅવ્ય સ્તંભ વિધાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર નિમૉણ માટે નવી...