સિધ્ધનાથ મહાદેવ મંદિર થી નીકળેલી કાવડ યાત્રા શહેરના રાજમાર્ગ પરથી નિકળી નિલકંઠ મહાદેવ મંદિરે સંપન્ન બની..
પાટણ તા. 21 શ્રાવણ માસના પ્રથમ સોમવાર ના પવિત્ર દિવસે પાટણ શહેર માં જોશી પરિવાર દ્વારા કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાવડ યાત્રા સવારે 7-30 કલાકે થી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળી ને શહેરના પંચોલી પાડામાં આવેલા સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવના મંદિરે આવી હતી. કહેવાય છે કે નીલકંઠ મહાદેવ ની સ્થાપના વર્ષો પૂર્વે જગદ ગુરું શંકરાચાર્ય ના વરદ હસ્તે થઈ હતી.
આ કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ થી નીકળીને પારેવા સર્કલ,જૂના બસ સ્ટેશન, બગવાડા દરવાજા, હિંગળાચાચર ,જુનાગંજ બજાર થઈ નીલકંઠ મહાદેવ પહોંચી હતી . ત્યાં ભગવાન મહાદેવ નો જય ઘોષ થયો હતો અને શિવલિંગ ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો.
આ કાવડ યાત્રા મા પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જોશી પરિવારજનો અને પાટણના ધમૅપ્રેમી નગરજનો જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી