પાટણ તા. ૨૭
ચાલુ સાલે પડેલી ગરમીને લઈ હવામાન વિભાગે ચાલુ સાલે વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં પડે તેવી સંભાવના ઓ વ્યક્ત કરી છે. પાટણ શહેરમાં પણ મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ શહેરની ચારે તરફ જળ બંબાકાર ની સ્થિતિ સર્જી દેતા પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા વરસાદની સિઝનને ધ્યાનમાં રાખી ગંજ બજારમાં કામ કરતા કમિશન એજન્ટ ભાઈઓને અપીલ કરતા ખાસ જણાવ્યું છે
કે ચોમાસાની સિઝન આવતી હોય માર્કેટ યાર્ડમાં પોતાના ખેત ઉત્પાદનનું વેચાણ કરવા આવતા ખેડૂતો નો મોધામુલા માલ વરસાદમાં પલડે નહીં અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું ન પડે તે માટે દરેક કમિશ ન એજન્ટ ભાઈઓને પોતાની દુકાન આગળ ના પતરાના શેડ નીચે ખડકાયેલ વેપારી માલના થપ્પા દિન- ૨ માં હટાવી લેવા અને તેની જગ્યાએ માર્કેટ યાર્ડમાં પોતાના ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા આવતા ખેડૂતો ના માલ વરસાદ મા પલળે નહિ
અને ખેડૂતો નુકશાની માથી બચે તેવા આશય સાથે ખેડૂતો ના માલના ઢગલા એજન્ટ ભાઈઓએ પોતાના પતરાના શેડ નીચે કરવા દેવા માટે ચેરમેન દ્રારા સૂચના આપેલ હોવાનું માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી