google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વડાપ્રધાનના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત…

Date:

પાટણ તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થવા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે તેમના મત વિસ્તાર સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે શુક્રવારે વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રીએ એક વૃક્ષ તેમની માતા,એક વૃક્ષ જીવસૃષ્ટિને પોષણ આપનાર ધરતી માતા, એક વૃક્ષ જીવસૃષ્ટિને સંતૃપ્ત કરનાર નદીમાતા,એક વૃક્ષ માનવ જીવનને પોષનાર ગૌ માતા અને એક વૃક્ષ માતૃભૂમિ ભારત માતાને નામે મળીને કુલ પાંચ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું.

જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો છે. મંત્રી રાજપૂતે રાજ્યના સૌ નાગરિકોને આ અભિયાન માં જોડાઈને પોતાની માતા અને ભારત માતાના નામે વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું.
સાથે જ તેમના મત વિસ્તારને પણ “હરિયાળું સિદ્ધપુર” બનાવવા તેમણે સૌને આગ્રહ કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વારાહી પ્રોહીબીશન ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી.ટીમે દબોચ્યો…

પાટણ તા. ૨૯પાટણ જિલ્લાના વારાહી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન...

પાટણ ના ભીડભંજન હનુમાન મંદિર નજીક ના જજૅરિત મકાનની છત ધરાશાયી બનતા ફફડાટ વ્યાપ્યો…

પાલિકા દ્વારા જજૅરિત બનેલા મકાનો ના માલિકોને નોટિસ ફટકારી...

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ – EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય ગણાશે…

પાટણ તા. ૨૨લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન...