fbpx

પાટણ સમીપ આવેલ રૂની સ્થિત ઉડાન વિદ્યાલય કેમ્પસ ખાતે 10 દિવસીય સમર કેમ્પનો પ્રારંભ..

Date:

પાટણ તા. ૨૪
પાટણ શહેર સમીપ આવેલ રૂની મુકામે ની ઉડાન વિદ્યાલય ખાતે 10 દિવસીય સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાલયના 300 બાળકો તથા બીજી શાળાના 50 થી પણ વધુ બાળકોએ ભાગ લીધેલ છે.

આ સમર કેમ્પ માં જુદી જુદી એક્ટિવિટી જેવીકે ડાન્સ, જુમ્બા, રેન ડાન્સ વિથ સ્વિમિંગ, કોલ્ડ કુકિંગ, ફ્રૂટ ફેસ્ટ, હોર્સ રાઇડિંગ, ડાન્સ, સ્પોકન ઇંગલિશ, વેદિક મેથ્સ, કેલીગ્રાફી, આર્ટ એન્ડ ક્રાફટ, ડ્રોઈંગ, માટી કામ, મુવી ટાઈમ, હેન્ડરાઇટિંગ ઈમ્પ્રુવમેન્ટ, ફેશન શો, ફન વીથ રિયલ એનિમલ, મોબાઈલ અવરનેસ, ગરબા, ઊંટલારી ની મોજ સાથે ખાસ તો લુપ્ત થતી રમતો જેવી કે ગિલિદંડો, સાતોલ્યું , લખોટી, લંગડી, ભમરડા , પૈડાં વગેરે જેવી રમતો બાળકોને રમાડવામાં આવે છે.

તો બાળકોનો શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ થાય તે માટે યોગા , મેથ્સ ટ્રિક્સ , કોયડા ઉકેલ વગેરે કરાવવામાં આવે છે જેથી ચાલુ વર્તમાન સમયમાં મોબાઇલ જેવી દૂષણ વસ્તુથી બાળક પોતાની જાતને દૂર રાખી શકે. બાળકો આ દરેક પ્રવૃત્તિ મા ભાગ લઈ ખૂબ જ ખુશ થઈને કંઈકને કંઈક નવું શીખી રહ્યા છે અને સાથે સાથે ખૂબ આનંદ માણી રહ્યા છે.

ઉડાન વિદ્યાલય ખાતે દસ દિવસ માટે આયોજિત કરાયેલા આ સમર કેમ્પ ના આયોજનને સફળ બનાવવા શાળાના મુખ્ય સંચાલક ચેતનભાઇ બારોટ તેમજ તેમના ધર્મ પત્ની સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 9 ના રહીશોએ સમસ્યાઓની ઝંડી વરસાવી….

પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત વિસ્તારના કોર્પોરેટરોએ રહીશોની સમસ્યાના નિરાકરણ માટે...