fbpx

વારાહી પ્રોહીબીશન ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી.ટીમે દબોચ્યો…

Date:

પાટણ તા. ૨૯
પાટણ જિલ્લાના વારાહી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી નાસતા ફરતા આરોપીને પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે દબોચી વારાહી પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્ર તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ. વી.આર.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ચક્રો ગતિમાન બનાવવામાં આવ્યા હતા

ત્યારે વારાહી પો.સ્ટે.પાર્ટસીગુ. ર.નં- ૧૧૨૧૭૦ ૩૩૬૨૦૦૦૫૨/૨૦૨૦ પ્રોહી. કલમ- ૬૫એઇ, ૬૭ (૧) એ, ૧૧૬-બી, ૯૮(૨) મુજબના કામે નાસતા ફરતા આરોપી હરખારામ પુનમારામ જાટ (સારણ) રહે. કેકડ તા.સેડવા જી. બાડમેર રાજસ્થાન ને સમી ચેકપોસ્ટ ખાતેથી દબોચી તેની બી.એન.એન.એસ. કલમ.૩૫(૧) (જે) મુજબ સમી મુકામે થી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ સમી પો. સ્ટે. ને સુપ્રત કરતાં આ બાબતે આગળ ની કાર્યવાહી માટે વારાહી પો.સ્ટે.ને જાણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ખાતે એક દિવસીય જ્યોતિષશાસ્ત્ર સેમિનાર યોજાયો..

જ્યોતિષશાસ્ત્ર ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને પદવી...

ક્યારે છે હોળીકા દહન? 6 કે 7? નોંધી લો તારીખ અને જાણો કે હોળીકા દહન પર ભદ્રકાળનો સાયો કે કેમ

હિંદુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે અને દેશભરના લોકો...

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

આપણ ને ન ગમે તેવો વ્યવહાર બીજા સાથે નકરવો...

પાટણ નગર પાલિકા ની સામાન્ય સભામાં કેનાલ મા ઢલવાતી ભૂગર્ભ ગટર ની ગંદકી મામલે રહિશોએ હંગામો મચાવ્યો…

પાટણ નગર પાલિકા ની સામાન્ય સભામાં કેનાલ મા ઢલવાતી ભૂગર્ભ ગટર ની ગંદકી મામલે રહિશોએ હંગામો મચાવ્યો… ~ #369News