પાટણ તા. 7
પાટણ શહેરમાં સીક બેક સેન્ટર સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવાકીય સંસ્થા એકટીવ ગૃપ પાટણ દ્રારા દાતાઓના સહયોગથી નવનિર્માણ કરવામાં આવનાર એકટીવ ભવન માટે તાજેતરમાં શહેર ના ત્રણ દરવાજા નજીક એકટીવ ગૃપના સ્થાપક પ્રમુખ અને એકટીવ ગૃપના સલાહકાર દિલીપભાઈ પટેલ અને મૌૌલિક સુખડીયા સહિત ના સભ્યો ના સહકાર થી જગ્યા ખરીદવામાં આવી છે.
આ નવીન જગ્યા ઉપર એકટીવ ભવન ના નિમૉણ કાયૅ પૂર્વે એક્ટિવ ગ્રુપદ્વારા અષાઢી બીજની પૂર્વ રાત્રી એ ભગવાનશ્રી સત્યનારાયણની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકટીવ ગૃપના સભ્ય પરિવારે યજમાનપદે બિરાજવાનો લ્હાવો લીધો હતો.ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું સંગીતમય શૈલીમાં રસપાન ચિરાગ મહારાજ સહિત ના ભૂદેવોએ કરાવ્યું હતું.
પાટણ ના એક્ટિવ ગ્રુપ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિને વેગમાન બનાવવા દાતાઓના સહકાર થી નિમૉણ કરવામાં આવનાર એકટીવ ભવન ની કામગીરી ટુક સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાનું એકટીવ ગૃપના સ્થાપક પ્રમુખ અને સલાહકાર દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું.
નવ નિર્માણ પામનાર એક્ટિવ ભવનના નવીન સ્થળ પર આયોજિત કરવામાં આવેલ ભગવાન શ્રી સત્ય નારાયણ ની કથાના આયોજનને સફળ બનાવવા એક્ટિવ ગ્રુપના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, મંત્રી વિકાસ ભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ,ખજાનચી વિપુલભાઈ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી