fbpx

પાટણના સમોડા ગામે શ્રી બાલાપીર દાદાના મંદિરની ઉત્થાપન વિધિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૮
પાટણ તાલુકાના સમોડા ગામે અષાઢી બીજ ના પવિત્ર દિવસે ગામમાં આવેલા શ્રી બાલાપીર દાદાના મંદિરની ઉત્થાપન વિધી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક અને પ્રાકૃતિક કાર્યક્રમ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના મુખ્ય મહેમાન પદે આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ મા અતિથિ વિશેષ તરીકે કે.સી.પટેલ પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ, મોહનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત પાટણ, સોવનજી ઠાકોર ઉપપ્રમુખ પાટણ જીલ્લા ભાજપ અને ગામના જ દીકરી અને પાટણ જીલ્લા ભાજપ મંત્રી મધુબેન સેનમા, સીઆરસી ડો. હેમાંગીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત તમામ મહેમાનોએ શ્રી સમોડી પીંપળવન (ઓક્સિજન પાર્ક) ની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સમોડા ગ્રામ પંચાયત ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામનુ જર્જરીત પાણીનું ટાંકુ બનાવવામાં આવે, સમોડા થી કુડેર નો રોડ પહોળો કરવામાં આવે સહિત વિવિધ ગામની સમસ્યા ઓને લઈને ઉપસ્થિત આગેવાનોને રજૂઆત કરતાં તમામ સમસ્યા ના નિરાકરણ માટે પાટણ સાંસદ સહિત ના રાજકીય આગેવાનો એ ગ્રામજનોને ખાતરી આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

એચડીએફસી બેન્ક અંતર્ગત કલેકટર ના અધ્યક્ષ સ્થાને લોન મેળાનું આયોજન કરાયું..

પાટણ તા. ૨૧શહેરના ખોડાભા હોલ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ...

પાટણના કાળકા રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું..

પાટણના કાળકા રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું.. ~ #369News

ચાણસ્મા કોલેજ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૬આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે સાંસ્કૃતિક...