google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

માં બહુચર વિશે અભદ્ર ટીપણી કરનારના વિરોધમાં પાટણ મોદી સમાજે રેલી યોજી કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું..

Date:

પાટણ તા. 9
તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ રાજકોટના વતની મનસુખ રાઠોડે આદ્યશક્તિ માઁ બહુચર વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો વિડીયો યુટ્યુબ ચેનલમાં કડી ખાતે રહેતા યુવરાજસિંહ નામના યુવકે જોયો હતો જેથી તેની લાગણી દુભાતા યુવકે મનસુખ રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ સંદર્ભે માફી માગવા જણાવ્યું હતું

ત્યારે મનસુખ રાઠોડે આ યુવક સાથે ટેલિફોનિક વાતચીત માં પણ માઁ બહુચર વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો જે વાતચીત નું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બહુચર માઁ  વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ સામે લોકોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેના વિરોધમાં માં બહુચરના ભક્તો દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.

ત્યારે મંગળવાર ના રોજ પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા મનસુખ રાઠોડ ના વિરોધ માં મોટી સંખ્યા માં સમાજની મહિલાઓ અને પુરુષોએ એકત્રિત થઈ બેનર સાથે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને  નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી માં બહુચર વિશે આવો બફાટ કરનાર મનસુખ રાઠોડ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા રેલી અને આવેદનપત્ર ના કાર્યક્રમમાં મોટી સંખ્યા માં ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલો જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૮પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૮ એપ્રિલ...

પાટણ (રાજપુર) ખાતે આવેલ ઔધોગિક તાલીમ સંસ્થાનો કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ યોજાયો…

પાટણ તા. ૨૮ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ (રાજપુર) ખાતે સોમવારના...