પાટણ તા. ૨૮
ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ (રાજપુર) ખાતે સોમવારના રોજ કોન્વોકેશન (કૌશલ્ય દિક્ષાન્ત) સમારોહ યોજાઇ ગયો.જેમાં પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૨- ૨૦૨૪ ના બે વર્ષના તેમજ વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ ના પ્રથમ વર્ષના પાસ આઉટ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય કુ. એમ.ઝેડ. વાધેલા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલીમા ર્થી ઓને સર્ટીફીકેટ વિતરણ કરીને ભવિષ્યમાં તાલીમા ર્થી ઓની કારકિર્દી, તેમજ હાલમાં ચાલતી ઇન્ડસ્ટ્રીયલ રીવોલ્યુએશન ૪.૦ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આઈ.ટી આઈ-પાટણનું ૯૫ ટકા પરિણામ આવ્યા બદલ તમામ સ્ટાફ અને તાલીમાર્થીઓને શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે હિરલબેન પરમાર, પ્રમુખ પાટણ નગરપાલિકા તેમજ ગૌરવ આચાર્ય ડાયરેક્ટર સર્જન ઇન્ડસ્ટ્રીઝ, અજય નાયક, મેનેજર સોશિયલ ઇમ્પેકટ, NAMTECH ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી