પાટણ તા. 10
સુપ્રીમટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઑફિસિઝ, પાટણ દ્વારા તા.22/07/2024 ના રોજ સવારે 11:00 કલાકે પાટણ જિલ્લામાં ડાક અદાલત યોજવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ડાક અદાલત/ પેન્સન અદાલત માં નીતિ વિષયક સિવાયની મુદ્દાસરની અને એકજ વિષયને સ્પર્શતી પોસ્ટલ સેવાને લગતી ફરિયાદો નિરીક્ષક ઓફ પોસ્ટ ઓફિસ (પબ્લિક ગ્રીવન્સ), પાટણ ડિવિઝન, ને તા.20/07/2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. ત્યારબાદ મોકલવામાં આવેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ અંગે સુપ્રીમટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઑફિસિઝ, પાટણ ડિવિઝનના સુત્રો તરફથી જણાવવામાં આવેલ છે.
અહેવાલ યશપાલ સ્વામી