fbpx

ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા વૃક્ષારોપણ થકી ઉજવણી કરાઈ…

Date:

પાટણ તા. 10
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા બુધવાર ના રોજ ભારત વિકાસ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે શહેર ના સિદ્ધહેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમ પ્રાંત પદાધિકારી નિરંજન ભાઈ પટેલના અનુદાન થી આયોજિત કરવામાં આવ્યો હતો.

સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં દેશી કુળના વૃક્ષોનું રોપણ કરી તેના જતન માટે સંકલ્પ લેવામાં આવ્યાં હતાં. આ વૃક્ષારોપણ કાર્યક્રમ નિરંજનભાઈ પટેલની રાહબરી હેઠળ પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી ,મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, ખજાનચી ઘનશ્યામભાઈ ત્રિવેદી, પ્રાંત પદાધિકારી જયેશભાઈ પટેલ, શિરીષભાઈ પટેલ, અશ્વિનભાઈ જોષી, સંયોજક અપ્લેશભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ, વૃષભ ભાઈ પટેલ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ના જિતોડા-જાખાના રોડ નજીકના ખેતર માથી વિકૃત અને કહેવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી..

ચાણસ્મા પોલીસે લાશને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી તપાસના...

પાટણ એસટી ડેપોમા વગૅ ૪ નો કમૅચારી રૂ.એકહજારની લાંચ લેતાં ઝડપાયો…

ધાર્મિક કામ માટે રજા મંજૂર કરવા રૂ.1000ની માંગણી કરાવતા...

પાટણમાં શૌયૅ દિનની ઉજવણી પ્રસંગે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન, રોટરેક્ટ ક્લબ અને રોટરી કલબ ઓફ પાટણ નું સફળ નેતૃત્વ જોવા મળ્યું.

પાટણમાં શૌયૅ દિનની ઉજવણી પ્રસંગે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન, રોટરેક્ટ ક્લબ અને રોટરી કલબ ઓફ પાટણ નું સફળ નેતૃત્વ જોવા મળ્યું. ~ #369News

પાટણના પનાગર વાડા પાસેના હઝરત બાલાપીર નો શદલ સરિફ ઉજવાયો..

પાટણ તા. ૨૬પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન...