google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર ખાતે રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા.11

ભારત દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા “ટી.બી.મુકત ભારત” ના ઉપલક્ષ્ય માં રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ તાલુકા આરોગ્ય કચેરી, રાધનપુર ખાતે આરોગ્ય અધિકારી ડો. કે. એચ. ઠકકર તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ડી. એન. પરમાર ની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.

જેમાં દાતાઓમાં અશ્વિનભાઈ દાફડા, નિવૃત શિક્ષક ભવાનભાઇ પટેલ, જયદીપ સાધુ, ચિરાગ ભાઇ ચાવડા, અશ્વિન ભાઇ દલવાડી, પી. જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ દાતાઓ દ્વારા ક્ષય ના દર્દીઓને કુલ 100- પોષણ કીટ વિતરણ કરવા માં આવી હતી.

કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી રાધનપુર તથા જિલ્લા ક્ષય અધિકારી પાટણ દ્વારા દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. કાર્યક્રમ પ્રસંગે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ અને સિધ્ધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થી વાતાવરણમાં ઠંડક પ્રસરી…

શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત રેલવે ગરનાળા અને કોલેજ અંડર...

રાધનપુર ઠાકોર વાસ માથી વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી લેતી એલસીબી ટીમ..

ગુનામાં સંડોવાયેલા અન્ય બુટલેગર ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

સેવા, સમપણૅ અને સદભાવના ની ઓળખ એટલે પાટણ ગાયનેકોલોજિસ્ટ તબીબી ડો.વી.એમ.શાહ..

ડો.વી.એમ.શાહ ની આગવી નામના અને ચાહનાને લઈ ભાજપ દ્વારા...