fbpx

પાટણના ઊંઝા ત્રણ રસ્તા થી નવીન બ્રહ્માકુમારી સેન્ટર સુધીના માર્ગને આઇકોનિક માર્ગ બનાવાશે : કારોબારી ચેરમેન…

Date:

પાટણ તા. 10
પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારીની બેઠક મળી હતી જે બેઠકમાં એજન્ડા પરના કુલ 53 કામો અને વધારાના કુલ 26 કામો મળી કુલ 79 કામો રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીના બે કામો મુલતવી રાખી બાકીના તમામ 77 કામો ને સવૉનું મતે મંજૂર કરી સામાન્ય સભામાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકા ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને હાજર રહેવાનું જણાવ્યું હોવા છતાં તે બંનેમાંથી એક પણ જવાબદાર વ્યક્તિ કારોબારી બેઠકમાં હાજર નહીં રહેતા કારોબારી ચેરમેન સહિતના સભ્યોએ બંને અધિકારીઓ સામે બળાપો વ્યક્ત કર્યો હતો. તો આ બેઠકમાં પાટણમાં બનેલા મકાનો મામલે અરજદારોની આવેલી અરજી ઓને ધ્યાને લઈ જર્જરીત મિલકતોના માલિકોના જવાબ મેળવી પાલિકા દ્વારા ઉતારી લેવા માટેની તજવીજ હાથ ધરવા બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

ભૂગર્ભ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ કારોબારી સભ્યોએ નારાજગી વ્યક્ત કરી શહેરમાં અવારનવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટર લાઈનોને કારણે પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની ફરિયાદ કારો બારી સભ્યોએ કરી આ દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળો ફેલાય તેવી સંભાવના ને ધ્યાનમાં રાખી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર ની કામગીરી સુધડ બને તે માટે સુચિત કરવા રજુઆત કરવામાં આવી હતી.

સાથે સાથે ગુજરાત સરકારની સરાહનીય કામગીરી પૈકી શહેરના બે કિલોમીટરના અંતરમાં આઈકોન માગૅ બાબતે પાટણ શહેરમાં પણ આવો આઈકોન રોડ શહેરના ઉઝા ત્રણ રસ્તા થી હાશાપુર બ્રહ્મા કુમારી સેન્ટર સુધી ના માગૅ પર ની બન્ને સાઈડ વૃક્ષો અને માગૅ ને લાઈટોની રોશની થી ઝળહળતો બનાવવા, વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થતાં આનંદ સરોવરને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજ,શહેર મા ચાલતા બાંધકામો ના બી યુ પરમિશન,શહેરના બાગ બગીચા ને સુવિધા સભર બનાવવાના સહિત ના વિકાસ કામ બાબતે આ કારોબારી બેઠકમાં વિચાર વિમૅસ કરવામાં આવ્યો હોવાનું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

બુધવારે પાલિકાના સભાખંડ ખાતે મળેલી કારોબારી બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સભ્ય શૈલેષભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ડો.નરેશ દવે, આશિત તન્ના સહિત નગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ, ઓફિસ સુપ્રિટેન્ડન્સ સહિત ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના નગરજનો ને ટુક સમય માં સસ્તી મીની સીટી બસની સુવિધા ઉપલબ્ધ બનશે..

પાટણ શહેરના નગરજનો ને ટુક સમય માં સસ્તી મીની સીટી બસની સુવિધા ઉપલબ્ધ બનશે.. ~ #369News #City bus #PATANNAGARPALIKA

પાટણ શ્રી બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગ જનો માટે સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો..

પાટણ શ્રી બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગ જનો માટે સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો.. ~ #369News