google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુરના ભાડીયા ગામના બજાણીયા પરિવારના સ્મશાન અને મકાનોને સોલાર કંપની દ્વારા કરાયેલ નુકસાન બાબતે રજુઆત કરાઈ.

Date:

પાટણ તા. 11
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ ભાડીયા ગામ ના બજાણીયા પરિવાર દ્વારા તેઓના સ્મશાન ની જગ્યામાં સોલાર ની પ્રાઈવેટ કંપની દ્વારા કરાતાં નુકશાન મામલે રાધનપુર નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાય ની માગણી કરી નિરાકરણ નહિ લાવવામાં આવે તો ગાધી ચિંધ્યા માગૅ પર આદોલન કરવાની ચિમકી આપી છે.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે નાયબ કલેકટરને વિચરતી સમુદાય ના બજાણીયા પરિવારના સ્મશાનની અંદર અને મકાનો ની અંદર સોલાર પ્રાઇવેટ કંપની દ્વારા નુકસાન કરવા બદલ બજાણીયા પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આપી દસ દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર ગાંધી ચિધ્યા માર્ગે આમરણ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી કંપની દ્વારા કરેલા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને પાટણ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને ભુજ રેન્જ આઇજી ને લેખિતમાં રજીસ્ટર મારફતે રજુઆત કરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈનોની તપોભૂમિ ગણાતા પાટણમાં પર્યંષણ મહાપર્વ નો ભકિતસભર માહોલમાં પ્રારંભ કરાયો..

પાટણ તા. 13 ક્ષમા, યાચના, પ્રાણી પ્રત્યે જીવદયા, અહિંસા...

સરદાર સરોવર ની જળ સપાટી વધતાં પાટણ પંથકના નદી કાઠાના ગામોને એલટૅ કરાયા..

સરદાર સરોવરની જળ સપાટી વધતા ગમે ત્યારે નદીઓમાં પાણી...

સમી વઢિયાર ૨૧ ગોળ રોહિત સમાજ માંથી કુરિવાજો ને તિલાંજલિ આપવા આહવાન કરાયું..

આગેવાનો દ્વારા સમાજ જાગૃતિ માટે બંધારણીય પત્રિકા નું વિતરણ...

પાટણ તાલુકા ના સબોસણ – કુણધેર રોડ પર જુગાર રમતા શખ્સો ને ઝડપી લેતી એલસીબી પોલીસ..

પાટણ તાલુકા ના સબોસણ - કુણધેર રોડ પર જુગાર રમતા શખ્સો ને ઝડપી લેતી એલસીબી પોલીસ.. ~ #369News