fbpx

પુવૅ પંચાયત મંત્રી અને પાટણ ના પુવૅ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ ના નામે હેકર્સ દ્રારા ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું..

Date:

પાટણ તા. ૧૭
ગુજરાત રાજ્યના પુવૅ પંચાયત મંત્રી અને પાટણના પુવૅ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ નું કોઈ માસ્ટર માઇન્ડ હેકર્સ દ્રારા ઈન્સ્ટાગ્રામ પર ખોટું આઈડી બનાવી પૈસાની માગણી કરવામાં આવતી હોવાની જાણકારી તેઓને તેમના નજીકનાં મિત્ર દ્વારા જાણવા મળતાં તેઓએ તાત્કાલિક પોતાનું આઈડી કલોઝ કરાવી અજાણ્યા હેકસૅ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
પુવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ નો આ હકીકત જાણવા ટેલીફોનીક સંપકૅ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આજરોજ કોઈ માસ્ટર માઇન્ડ હેકર્સ દ્રારા મારા નામનું ઈન્સ્ટાગ્રામ માં ફેક (ખોટી) પ્રોફાઈલ બનાવી , મારા નામે રૂપિયા ની માંગણી કરવામાં આવી રહી છે તેવી જાણ પોતાના અંગત મિત્રો તરફથી મળતા ની સાથે જ તેઓએ પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી કલોઝ કરાવી પોતાના સગા સંબંધીઓ અને સ્નેહી મિત્રો ને કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવા સુચિત કરી માસ્ટર માઇન્ડ હેકર્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉ. ગુ. માં સૌ પ્રથમ ધારપુર મેડિકલ કોલેજને કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે કેન્દ્ર ફાળવાયુ..

જન્મથી જ બહેરાશ ધરાવતા બાળકોના ઓપરેશન ધારપુર ખાતે થશે… પાટણ...

રાધનપુર થી ભગુડા નવીન એસ ટી બસ નો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવતા ધારાસભ્ય..

રાધનપુર થી ભગુડા નવીન એસ ટી બસ નો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવતા ધારાસભ્ય.. ~ #369News

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી..

શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી છે :બલવંતસિંહ રાજપૂત… પાટણ...