google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને રૂ 19.35 લાખની સહાય ચૂકવાઇ…

Date:

પાટણ તા. ૧૮
પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૫૬ મોડલ ફાર્મ છે. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપે છે. આ મોડલ ફાર્મમાં પ્રાકૃતિક ખેતીના આદર્શોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એમ.મેણાત ના જણાવ્યા અનુસાર, જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની જાણકારી આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રશ્નોનું પણ સમાધાન મળી રહે છે. જે ખેડૂતો ગાય રાખતા હોય અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે. રાજ્યસરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રૂ. ૧૮૫૦૦ ની સહાય પણ આપવામાં આવી રહી છે.

આ સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત બનાવવા માટે પાકું સ્ટ્રક્ચર, બેરલ, ડોલ તેમજ બિયારણ, આચ્છાદન વગેરે માટે આપવામાં આવી રહી છે.પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૫૬ મોડલ ફાર્મ તૈયાર થઈ ચૂક્યા છે. એટલે ૧૫૬ ખેડૂતોને રૂ.૧૯.૩૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.તે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા સતત જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમજ ચાલુ વર્ષ ૨૪-૨૫ દરમ્યાન કુલ ૬૦ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ બનાવવામાં આવશે. જેમને કુલ રૂ.૧૧.૧૦લાખની સહાય ચુકવવામાં આવશે તેવું ડી.એમ. મેણાતે જણાવ્યું હતુ.જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમને આગળ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર ચિરાગ દેસાઇ અને ટીમ આત્મા દ્વારા સતત ખેડૂતો વચ્ચે જઈ જહેમત ઉઠાવવા માં આવી રહી  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સીએનજી રીક્ષામાં રખાયેલ વિદેશી દારૂ- બિયરનો જથ્થો જપ્ત કરતી ચાણસ્મા પોલીસ..

રીક્ષા મૂકી ફરાર થયેલા ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન...