fbpx

પાટણના મહેમદપુર ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતીવિષય અંતર્ગત કિસાન ગોષ્ઠીમાં પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કરાયું…

Date:

પાટણ તા. ૧૮
પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી બાબતે મુહિમ ચાલી રહી છે. ખેડૂતો ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જિલ્લા ભરમાં ગામે-ગામે પ્રાકૃતિક કૃષિ બાબતે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે પાટણ તાલુકાના મહેમદપુર ખાતે આવેલ રામુ પ્રાકૃતિક ફાર્મ મુકામે ગુરૂવારે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેમજ પ્રાકૃતિક ખેતીના તમામ આયામો વિશેની ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, જૈવિક અસ્ત્રો આચ્છાદન, વાફસા જેવા પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોની ચર્ચા કરવામાં આવેલ હતી. આ કિશાન ગોષ્ઠિ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ખેડૂતોને ઓછામાં ઓછા એક વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને જમીનનું સંરક્ષણ કરી જમીનની ફળદ્રુપતા વધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં બકરી ઇદ નિમિતે ઈદગાહ ખાતે ઇદૂઅલ ફીત્રની નમાજ અદા કરાઈ..

ઇદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની...

પાટણ લોકસભા ભાજપના ઉમેદવારને બે પાદર ગામના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓનું સમર્થન સાપડયુ..

બે પાદરના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો… પાટણ...