fbpx

પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠકમાં વિકાસ કામો બાબતે વિચાર વિમૅશ કરાયા….

Date:

પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠક ચેરમેન દિપક.ડી.પટેલની અધ્યક્ષતામાં ગુરૂવારે જિલ્લા પંચાયત ખાતે મળી હતી .જેમાં ગત મળેલ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પાટણની ઝેરોક્ષ અંગેની કામગીરીનો વાર્ષિક ઈજારો નિયત કરેલ શરતો અને ભાવોને આધીન શક્તિ ઝેરોક્ષ કોપી સેન્ટર પાટણને આપવામાં માટે સવૉનુમતે બહાલી આપી જેની સમય મર્યાદા તા.૨૯/૦૨/૨૦૨૪ના રોજ પુર્ણ થયેલ જેને ઝેરોક્ષ અંગેની કામગીરીનો ઈજારો તા.૨૮/૦૨/૨૫ સુધી લંબાવવામાં આવ્યો હતો.

કારોબારી ચેરમેન , જિલ્લા સામાજિક ન્યાય સમિતિ ,જિલ્લા પંચાયત પાટણ માટે બીએસએનએલ લેન્ડ લાઈન ટેલીફોન માં કોપર કનેક્શન માંથી ઓપ્ટીકલ ફાઈબરવાળુ કનેક્શન ચાલુ કરાવવા માટે મોડમ ખરીદવા અંગેની મંજુરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવનના ઈલેક્ટ્રીક વાયરીંગના રીનો વેશન માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં સ્વભંડોળ સદરે રૂ.૨૫ લાખ પુરાતની જોગવાઈ કરેલ છે. જે માંથી રૂ.૨૬,૬૩૦/-નો ખર્ચ થતાં હાલ રૂ.૨૪,૭૩,૩૭૦/- બચત રકમ રહેલ છે.જે અંગે ના .કા .ઇ વિદ્યુત, પાલનપુર દ્વારા સર્વે કરી રૂ. ૭૬, ૮૫,૫૯૩ નો એસ.ઓ.આર. પ્રમાણે વિગતવાર અંદાજો રજુ કરેલ છે. જેથી વાયરીંગ ના રીનોવેશન માટે બજેટની જોગવાઈ માં રૂ.૫૨૧૨૨૨૩નો વધારાનો ખર્ચ બાબતે હાલ પૂરતું મુલત્વી રાખી ને જિલ્લા પંચાયત ના રીનોવેશન માં વાયરિંગનું રીનોવેશન કરવા અંગે દરખાસ્ત કરવા ની ભલામણ કરી હતી.

જિલ્લા પંચાયત ભવન ખાતે ફાયર એન.ઓ.સી. સર્ટિફકેટ મેળવવા માટે ફાયર સેફટીની સુધિયા ઉપલબ્ધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો .જેનો અંદાજીત ખર્ચ ૨૫ લાખ થવાનો છે. જિલ્લા પંચાયત ભવનની મિલકતો માટે સિકયોરીટી ગાર્ડ રાખવા અંગે જ્યાં જરૂરિયાત હોય ત્યાં સિક્યુરિટી ગાર્ડ મુકવા ભલામણ કરી હતી. જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારીની બેઠક માં આર.કે.મકવાણા સચિવ કારોબારી સમિતિ – વ – નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) જિલ્લા પંચાયત ,કારોબારી ના સભ્યો ,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ખાતે સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનાં હસ્તે લહેરાયો ત્રિરંગો… માતૃભૂમિ પર આવીને...

પાટણ લોકસભાની ચૂંટણી ના પ્રચાર પડઘમ શાંત પડતા આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ…

જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશ થી પાટણ નગરપાલિકા દ્વારા રાજકીય...

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ..

પાટણ લોકસભા બેઠકમાં કુલ 20,21,052 મતદારો નોધાયા.. જિલ્લા કલેકટર એવમ...