google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણનાં વેપારીને શેરબજાર માં નવડાવનારી કંપનીનાં બે ડિરેકટરોને ઈન્દોર થી પાટણ લવાયા…

Date:

પાટણ તા. ૨૪
પાટણનાં વેપારીને વષૅ ૨૦૧૫ થી વષૅ ૨૦૧૭ ના સમયગાળા દરમિયાન શેર બજાર અને એગ્રી કલ્ચર સેકટર માં નાણાં રોકાણ ની એડવાઈઝ અને ટિપ્સ આપી વધુ નફો અને વળતરની લાલચ સાથે રૂ. ૭૩ લાખની રકમનું રોકાણ કરાવી યોગ્ય વળતર કે લાભ નહિ અપાવી છેતરપિંડી સાથે ઠગાઈ કરનાર કંપની ના બે ડિરેકટરોને ઈન્દોર થી પાટણ લાવી કોટૅ માં રજૂ કરી છ દિવસ ના રિમાન્ડ માગતાં કોટૅ દ્રારા ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલાની મળતી માહિતી મુજબ પાટણ શહેરના દિપકભાઈ શંકર ભાઈ ઠક્કર નામના વેપારી ને શેરબજાર અને એગ્રીકલ્ચર સેક્ટરમાં નાણા રોકાણ ની એડવાઈઝ અને ટિપ્સ આપી વધુ નફો અને વળતરની લાલચ આપીને વષૅ ૨૦૧૫ થી ૨૦૧૭ દરમિયાન રૂા. ૭૩ લાખ ની રકમોનું રોકાણ કરાવ્યા બાદ તેનું વળતર કે અન્ય આર્થિક લાભ નહિં કરાવીને તેમની સાથે ઠગાઈ-છેતરપીંડી આચરનારી અન્ય રાજ્ય માં કાર્યરત કથિત આઈ બ્રો માર્કેટ ઇન્વેસ્ટ મેન્ટ એડવાઈઝ પ્રા.લિ.નાં બે ડાયરેકટરો સ્વપ્નિલ વિજયભાઈ પ્રજાપતિ અને હેમંત સતીષભાઈ અગ્રવાલ રે. બંને ઇન્દોર (મધ્યપ્રદેશ)ને ગતરોજ પાટણ ખાતે લાવી પાટણ બી-ડીવીઝન પોલીસે પાટણની જયુડિસીયલ કોર્ટમાં રજુ કરીને છ દિવસનાં રિમાન્ડની માંગણી કરતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે તા. ૨૬ – ૭ – ૨૦૨૪ સુધીનાં રિમાન્ડ મંજુર કરીને બંનેને પોલીસ કસ્ટડીમાં સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે

આરોપી સ્વપ્નિલ પ્રજાપતિ અને હેમંત અગ્રવાલ રે. બંને ઈન્દોર ને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ગતરોજ પાટણ લવાયા હતાં. વષૅ ૨૦૧૫-૧૭માં વેપારીને રોકાણ કરાવી કોઈ આર્થિક લાભ ન અપાવી બન્ને શખ્સોએ છેતર્યા હતા આ બંને આરોપી સ્વપ્નિલ પ્રજાપતિ અને હેમંત સતિષ અગ્રવાલ ને ઈન્દોર જેલ ખાતેથી ટ્રાન્સફર અને ટ્રાજિસ્ટ વોરંટ આધારે પાટણ ખાતે લાવીને આગળ ની કાયૅવાહી પાટણ બી ડિવિઝન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાની 1,36 લાખ માતાઓ પરિવાર સાથે મતદાન કરવાનાસંકલ્પ પત્ર ભરશે..

પાટણ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા માતાઓ પાસે પરિવાર સાથે...

ચાણસ્મા વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને જનમંચ કાર્યક્રમ થકી સાંભળતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા..

લોકોની સમસ્યાઓ જાણી વિધાનસભામાં તેની ધારદાર રજૂઆત કરવાની ખાતરી...

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી..

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી.. ~ #369News