fbpx

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે પાંચ તીર્થ સ્થાન નો યાત્રા પ્રવાસ કરાયો…

Date:

પાટણ તા. ૧૮
પાલનપુર સ્થિત વૃદ્ધાશ્રમના વડીલોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના સો યુવાનો દ્વારા દ્વારા ઉત્તર-ગુજરાતના પાંચ તીર્થ સ્થાનોના દર્શન માટે યાત્રા પ્રવાસનું ગુરૂવારે આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવાસમાં ૮૫ વડીલ માતા-પિતાઓ જોડાયા હતા. વડીલોને આવવા જવા માટે બે બસોની વ્યવસ્થા તેમજ બે ટાઈમ ભોજન ની વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સદ ભાવ ના ગ્રુપ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વર્ષથી સેવાની સુવાસ ઉત્તર ગુજરાતમાં ફેલાવી રહ્યું છે. વૃદ્ધાશ્રમના વડીલો સાથે સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોનો ઘરાબો રહ્યો છે. આ વડીલો માટે વર્ષમાં બે થી ત્રણ વખત ધામિર્ક યાત્રા પ્રવાસનું આયોજન સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે.

ગુરૂવારે સવારે ૮:૩૦ વાગે પાલનપુરથી નીકળી ઊંઝા માં-ઉમિયાના દર્શન કરી ઐઠોર ગણપતિ દાદાના દર્શન વડીલોએ કર્યા હતા. ત્યારબાદ તરભ મુકામે વાળીનાથ ભગવાનના દર્શન વડીલોએ કર્યા હતા ત્યાંથી વડનગર હાટકેશ્વર મહાદેવજીના દર્શન કરી સેભરગોગ મહારાજના મંદિરે વડીલોએ દર્શન કર્યા હતા. સાંજે સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી સુંદર મજાની ભોજનની વ્યવસ્થા સેભરગોગ મંદિર ખાતે કરવામાં આવી હતી.

આ સુંદર મજાના આયોજનમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી,વડીલ વિશ્રાંતિ ગૃહ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, મેનેજર ચંદ્રકાંતભાઈ જોશી, સદભાવના ગ્રુપ ટ્રસ્ટના જગદીશ કોરટ, દિનેશ પટેલ, ભાવેશ દેસાઈ, વિપુલ બારોટ, વિપુલ પટેલ, તેમજ હાર્દિક ચૌધરી,ધનરાજ કથરોટીયા વડીલોની સેવામાં જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પીપીએલ ગ્રુપના સેવાભાવી સભ્ય જીમી પ્રજાપતિ એ પોતાના જન્મ દિવસે નાના બાળકો ને નાસ્તા ની મિજ બાની કરાવી.

પીપીએલ ગ્રુપ સહિત મિત્રો પણ જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા.. પાટણ...