પાટણ તા. ૧૯
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તસકાલય દ્વારા પાટણનાં નગરજનો
માં વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા ‘લાયબ્રેરી આપનાં દ્વારે” કાર્યક્રમ ચાલી રહયો છે. જેનો પાટણનાં ૭૦૦થી વધુ વેપારીઓ લાભ લઇ રહયા છે.
પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ જજ નાગોરીનાં માર્ગદર્શન અને પીએલવી તરીકે સેવા આપતાં જીજ્ઞેશભાઈ દરજીનાં પ્રયત્નોથી ગતરોજ પાટણ સબજેલમાં ૨૫૦ પુસ્તકો નો સેટ લાઈબ્રેરીનાં પ્રમુખ સહિતના સભ્યો ની ઉપસ્થિત વચ્ચે ભેટ ધરવામાં આવ્યો હોવાનું લાઈબ્રેરીનાં સુત્રો એ જણાવ્યું હતું.
પાટણની સબજેલનાં સુપ્રિટેન્ડન્ટસ બી.ટી. દેસાઈ ની અધ્યક્ષતામાં લાઈબ્રેરીનાં પ્રમુખ સહિત કારોબારી સભ્યોની હાજરીમાં તથા સુબેદાર મહેન્દ્રભાઈ, સબજેલના પુસ્તકાલયનું સંચાલન કરનાર મેહુલભાઈ તથા કેદીઓની હાજરીમાં જુદા જુદા વિષયોનાં પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે લાઈબ્રેરીનાં પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા કેદીઓને તેઓની પાસે પૂરતો સમય હોવાથી તેનો સદ્ઉપયોગ સારા પુસ્તકો વાંચવા માટે અને સારા વિચારો જીવનમાં ઉતારી સારા નાગરીક બનવા સલાહ આપી હતી.જેલ સુપ્રિટેન્ડેન્ટ બી. ટી. દેસાઈ દ્વારા તમામ સભ્યોનું સ્વાગત કરી લાઇબ્રેરી ની આ સેવાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી