fbpx

પાટણ નગરપાલિકા દ્વારા રૂ. ૧૧.૭ લાખના ખર્ચે ચાર વિસ્તારમાં મીની હાઈમાસ્ક ઉભા કરાયા..

Date:

પાટણ તા. ૧૯
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યુડીપી- ૮૮વષૅ ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટ હેઠળ પાલિકા દ્વારા મંજુર કરેલ કામો પૈકીના અંદાજીત રકમ રૂા. ૧૧,૦૭ લાખ ની ગ્રાન્ટ માંથી પાટણ શહેરના હદ વિસ્તારમાં આવતા જુદા જુદા ૪ વિસ્તારોમાં કાયૅરત કરવામાં આવેલ મીની હાઈમાસ્ક પૈકી અગાઉ શહેરના હિગળાચાચર ચોકમાં કાયૅરત મીની હાઈમાસ્ક ના શુભારંભ બાદ ગતરોજ શહેરના પારેવા સકૅલ, આનંદ સરોવર અને સાઈબાબા મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા મીની હાઈમાસ્ક નો પ્રારંભ પાલિકા પ્રમુખ સહિત ના સભ્યો ની ઉપસ્થિત વચ્ચે ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો.

પાલિકા દ્વારા કાયૅરત બનાવવામાં આવેલ મીની હાઈમાસ્ક પૈકી શહેરના હિગળાચાચર વિસ્તારમાં કાયૅરત કરવામાં આવેલ મીની હાઈમાસ્ક નો ખચૅ રૂ. ૨.૭૭ લાખ, પારેવા સર્કલ ,છીડીયા દરવાજા પાસે રૂ. ૨.૭૮ લાખ,આનંદ સરોવર ચોકમાંરૂ. ૨.૭૪ લાખ અને હારીજ ત્રણ રસ્તા, સાંઈબાબા મંદિર રોડ પર રૂ. ૨.૭૮ લાખ ના ખચૅ સાથે કુલ રૂ. ૧૧.૦૭ લાખના ખર્ચે આ ચાર મુખ્ય વિસ્તારમાં મીની હાઈમાસ્ક કાયૅરત બનાવવામાં આવ્યાં હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સિધ્ધી સરોવર માં વધુ એક વ્યક્તિ એ મોતની છલાંગ લગાવી..

પાલિકાના ફાયર વિભાગના કમૅચારીઓને જાણ થતાં ધટના સ્થળે પહોંચી...

બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી..

બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી.. ~ #369News

પાટણ શહેરમાં નવકાર જ્વેલર્સ અને ભગવતી જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો..

પાટણ શહેરમાં નવકાર જ્વેલર્સ અને ભગવતી જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.. ~ #369News