fbpx

યુનિવર્સિટી ખાતે શારીરિક શિક્ષણ અનુ.વિભાગ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ નો ઓરિએન્ટન્શન પોગ્રામ યોજાયો..

Date:

પાટણ તા. ૨૨
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અનુસ્નાતક વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રવેશ લેનાર બી. પી. એડ. અને એમ.પી.એડ.સેમેસ્ટર-૧ ના વિધાર્થીઓ નો ઓરીએન્ટેન્શન પ્રોગ્રામ વિભાગીય વડા ડો. ચિરાગભાઈ પટેલ ના અધ્યક્ષતામાં સોમવારે યુનિવર્સિટી ના યોગા હોલ ખાતે યોજાયો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજકરાત યુનિવર્સીટીના શારી
રિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક તેમજ શારીરિક શિક્ષણ અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો.ચિરાગભાઈ પટેલે બી.પી.
એડ. અને એમ.પી.એડ. સેમેસ્ટર ૧ માં પ્રવેશ લેનાર વિધાર્થીઓને આવકારતા જણાવ્યું હતું કે શારીરિક શિક્ષણનો અભ્યાસ કાર્ય બાદ ટ્રેનર , કોચ , શિક્ષક , પ્રોફેસર સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં કારકિર્દી ની તકો ખુબ જ છે. બી.પી.એડ. અને એમ.પી.એડ. ના અભ્યાસ કર્યા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ખેલ સહાયક ની ભરતી માં પણ નોકરીની તકો રહેલી છે.

ઓરીએન્ટેન્શન પ્રોગ્રામનો હેતુ એ છે કે નવો પ્રવેશ લીધેલ વિધાર્થીઓએ વિભાગના અધ્યાપકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ ને જાણે તેમજ વિધાર્થીઓએ એકબીજા થી પરિચિત થાય તેમજ યુનિવર્સીટી અને શારીરિક શિક્ષણ અનુસ્નાતક વિભાગના ના નિયમો અને શિસ્ત થી પરિચિત કરવાનો હેતુ છે. આમ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને શારીરિક શિક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું.

વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.વિ.જી.ચૌધરી એ અભ્યાસક્રમ અને આંતરિક અને બાહ્ય થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષાની માહિતી આપી હતી. જયારે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.વી.એચ. ઉપાધ્યાય એ ઇન્ટર કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેના સુચનો કર્યા અને વિભાગમાં ઇન્ટ્રામોરલ ના આયોજન માટે વિધાર્થીઓના ગ્રુપ બનાવી સ્પર્ધા ઓ નું આયોજન વિધાર્થીઓ દ્દવારા થાય તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જી.જે. ઠક્કર તેમજ નોન ટીચિંગ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં બી. પી.એડ. સેમેસ્ટર ૧ માં કુલ ૧૧૦ વિધાર્થીઓએ તેમજ એમ.પી.એડ. સેમેસ્ટર ૧ માં કુલ ૪૪ વિધાર્થી ઓ એ પ્રવેશ મેળવેલ છે. અને બી.પી.એડ. અને એમ.પી.એડ. તમામ બેઠકો સંપૂર્ણ ભરાઈ ગઈ છે જે દશકાના સૌથી વધુ પ્રવેશ વિભાગમાં આ વર્ષે થયા હોવાનું ડો. ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

નારી તું નારાયણી શબ્દને સાથૅક કરવા પાટણમાં નિમૉણ પામેલ નારી હોસ્પિટલ નો શુભારંભ..

ડો. ભરતભાઈ ઠકકર અને ડો.જીતુભાઈ પટેલ ના સંયુક્ત સાહસરૂપ...