fbpx

પાટણ ના ઝીણીપોળ રામજી મંદિર નજીક ચાર્જિંગ માં મુકેલ ઇ-બાઇક મા શોર્ટ સર્કિટ સર્જાતા આગ ભભૂકી..

Date:

ચાર્જિંગમાં મુકેલા ઈ- બાઈકમાં લાગેલી આગને સ્થાનીકો એ પાણીનો મારો ચલાવી કાબુ પર લીધી..

પાટણ તા. 12
પાટણ શહેરમાં ઝીણી પોળ રામજી મંદિર નજીક ચાર્જિંગમાં મુકેલા ઇ-બાઈકમાં આગ લાગી હોવાની ઘટના સોમવારે બપોરે સજૉતા આસપાસના લોકોએ પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી. આ ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ શહેરના લાલ દરવાજા પાસે આવેલ ઝીણી પોળ રામજી મંદિર ની બાજુ માં રહેતા સુરેશ ભાઈ કાંતિભાઈએ પોતાનું ઇ-બાઈક સોમવારે બપોરે ચાર્જિંગ માં મૂક્યું હતું. થોડી વાર માં તો ઈ-બાઈક માથી એકાએક ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી.

જોકે ઈ-બાઈક મા લાગેલી આગ પર કાબૂ મેળવવા વિસ્તારના રહિશો એ ચાર્જિંગ માંથી પ્લગ કાઢીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બાબતે ઈ-બાઈક ના માલિક સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેં મારુ ઇ-બાઈક દરરોજ ની જેમ ઘર નીચે જ ચાર્જિંગમાં મૂક્યું હતું. થોડીવારમાં જ ઈ- બાઈકની બેટરી માંથી ધુમાડો નીકળવા લાગ્યો હતા ત્યારબાદ અચાનક આગ ભભૂકી ઉઠતા તેમણે બુમા બુમ કરતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને ઈ-બાઈકની ચાર્જિંગ નો પ્લગ કાઢી લોકોએ પોતાના ઘરમાંથી ડોલ અને પાઇપ વડે પાણીનો મારો ચલાવ્યો હતો અને બાઈકમાં લાગેલી આગને કાબુમાં લીધી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જોકે ઈ- બાઈકમાં લાગેલી આગને લઈ તેઓએ આ બાબતે ડિલર ને અવગત કરી આગળ ની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર સતત 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોષી પરિવાર..

જોષી પરિવાર છેલ્લા 55 વષૅથી જુનાગંજ ચોકમાં સેવા કેમ્પ...