fbpx

યુનિવર્સિટી ના હિતને ધ્યાનમાં રાખીને નનામી મળેલી અરજીની પણ ગંભીરતા થી નોધ લેતાં કુલપતિ..

Date:

પાટણ તા.૨૬
પાટણ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નું હિત જેમના હૈયે રહેલું છે તેવા યુનિવર્સિટી ના કુલપતિ એ નનામી અરજી ના આધારે તપાસ શરૂ કરાવી કાગળ ઉપર ચાલતી બી એડ કોલેજ ઝડપી પાડી કાયદેસરની કાયૅવાહી માટે ના ચક્રો ગતિશીલ કરતાં યુનિવર્સિટી નું અહિત કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો હવે ખાનગી કોલેજો માં કર્મચારીઓ ની ભરતી માં કરોડો રૂપિયા ભેગા થયા એનો હિસાબ જાહેર કરશે અને પરીક્ષા વિભાગ ની ગેરરીતીઓની ફરીયાદો અંગે ચમરબંધી ને પણ કુલપતિ છોડવાના મુડમાં હોય તેવું લાગતું નથી.

પાટણ ની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કાર્યદક્ષ પ્રામાણિક નિષ્ઠાવાન અને સરકાર ને વફાદાર એવા કુલપતિએ એક નમામી અરજી ના આધારે વર્ષોથી કાગળ ઉપર ચાલતી સાબરકાંઠા ની બી એડ્ કોલેજ બંધ કરાવી નાખી છે. અનેએ કોલેજ ને કોને કેમ મંજુરી આપી અત્યાર સુધી કોની કૃપા થી ચાલી તે વિષય તરફ કુલપતિ દ્રારા તપાસના ચક્રો ગતિશીલ બનાવતા હાલમાં સાચા શિક્ષણવિદો મા કુલપતિ ની કામગીરી પ્રત્યે વાહ વાહ થઇ રહી છે.

કુલપતિ દ્રારા થોડા સમય અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજો માં કર્મચારીઓની ભરતી મેળા માં પાટણ ની એક મોટી કેળવણી સંસ્થાઓ ના ના નામે જાહેરાત આપી કોલેજ દીઠ ચેક નહી રોકડા રૂ. ૩૦,૦૦૦ હજાર ભેગા કરેલ છે તે કરોડો રૂપિયા યુનિવર્સિટી ના સ્વભંડોળ માં જમા કરાવવાના બદલે ઘર ભેગા કરનારાઓની વિરૂધ્ધ કાર્યવાહી પણ શરૂ કરેલ છે અને તે મોટી રકમો પરત લઇ સ્વભંડોળ માં જમા લેવાની કાર્યવાહી કરી રહ્યા હોવાની વિગતો પણ મળી રહી છે.

બીજુ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પરીક્ષા વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરરીતીઓ કૌભાંડો ની પુરાવા સાથે ની ફરીયાદો અંગે પણ કાર્યવાહી કુલપતિ દ્રારા હાથ ધરેલ હોવાની સાથે આ અંગે એવી વિગતો પણ બહાર આવી છે કે પરીક્ષા વિભાગ દ્રારા આચરવામાં આવેલ કૌભાંડ,ભ્રષ્ટાચાર ગેરરીતીઓ અંગે જરૂર જણાયે ખાતાકીય અને ફોજદારી કેશો પણ દાખલ કરવાનું કુલપતિ વિચારી રહ્યા છે. જો આવુ બને તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પરીક્ષા અને અન્ય વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર કૌભાડો ગેરરીતીઓ બંધ થાય અને જેમને ખોટુ કરેલ છે તે જેલ ભેગા થાય જે બાબતે કુલપતિ ની કાર્યદક્ષતા પ્રામાણિકતા નિષ્ઠા અને સરકાર પ્રત્યે ની વફાદારીની સરકાર પણ જરૂર નોંધ લે તો ગુજરાત ની યુનિવર્સિટીઓ માં ઇતિહાસ બનશે તેવું સાચા શિક્ષણવિદો કહી રહયા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ..

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ.. ~ #369News

પાટણની કે. કે. ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે ‘એક નવો પ્રયાસ – વર્ગ પુસ્તકાલય’ નો પ્રારંભ કરાયો..

પાટણ તા. 3 પાટણ શહેરની એકમાત્ર શ્રીમતી કેસરબાઈ કિલાચંદ...