fbpx

સુવર્ણ બચત યોજના ના નામે ગ્રાહકોના લાખો રૂપિયા નું ફુલેકુ ફેરવી ફરાર થયેલા હીરા જ્વેલર્સ નામની દુકાન પર લોન હોય બેંકે દુકાન સીલ કરી..

Date:

પાટણ તા. ૨૯
પાટણમાં હીરા જવેલર્સને ફાયનાન્સ કંપની દ્વારા લોનના નાણાંની વસુલાત માટે પોલીસને સાથે રાખી સીલ મારી નોટીસ ઈસ્યુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના ગાંધીરોડ પર આવેલ હીરા જવેલર્સ નામની દુકાનના માલીક દ્વારા સુવર્ણ બચત યોજનાની સ્કીમ હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ફરાર થયો હોવાની પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ભોગ બનનારા દ્રારા અરજી આપવામાં આવી છે.

ત્યારે અમદાવાદની બેંકે વેપારીને આપેલ રૂ.1 કરોડ થી વધુ રૂપિયાની લોનની વસુલાત પેટે પાટણ એ ડિવિઝન પોલીસને સાથે રાખી બેંકના અધિકારી ઓએ દુકાનને સીલ મારી નોટીસ ઈસ્યુ કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના ઘીવટા નાકા- ગાંધીમાર્ગ પર આવેલ હીરા જવેલર્સની પેઢી ચલાવતા હિતેશ સોની દ્વારા થોડા દિવસ અગાઉ સુવર્ણ બચત યોજના હેઠળ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની રકમ ઉઘરાવી રફુચક્કર થઈ ગયો છે.

જે અંગે ભોગ બનનાર ગ્રાહકો દ્વારા પાટણ એ ડીવીઝન પોલીસ મથકે અરજી કરતા પોલીસે અરજીના આધારે તપાસ નો દોર શરુ કર્યો હતો. આ સુવર્ણ બચત યોજનાની સ્કીમમાં અન્ય ગ્રાહકો પણ છેતરાયા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

તો બીજી તરફ જવેલર્સના માલીક દુકાન બંધ કરીને ફરાર થઈ જતાં સમગ્ર ઝવેરી બજારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સોનીએ અમદાવાદ ની ફાયનાન્સ પાસેથી રૂ.1.25 કરોડની લોન લીધી હોય અમદાવાદની બેંકને વેપારી ફરાર થઇ ગયાની જાણ થતાં બેંકના અધિકારીઓએ રૂ.1.25 કરોડની લોન તેમજ વ્યાજ મળી રૂા.2 કરોડથી વધુની વસુલાત પેટે પાટણ એ ડીવીઝન પોલીસને સાથે રાખી હીરા જવેલર્સની પેઢીને સીલ કરી હતી.

પાટણની હીરા જ્વેલર્સ પેઢી ડૂબી હોવાના મામલે ઝવેરી બજારના સૂત્રો તરફથી જાણવા મળ્યું મુજબ અગાઉ જ્વેલર્સના વેપારીએ પાટણ શહેરમાં બનેલ મોદી મહિલાની આત્મહત્યાની ઘટનામાં મોદી મહિલાએ તેના ઠક્કર પ્રેમી ને આપેલા દાગીના તેને આ જ્વેલર્સમાં વેચાણે આપ્યા હોય જે પૈસાની રિકવરી માટે પોલીસે દબાણ કરતાં વેપારીની તે સમયની પરિસ્થિતિ સારી ન હોવાથી તેને ઉચા વ્યાજે પૈસા આઘાપાછા કરી જમા કરાવ્યા બાદ વેપારી વ્યાજના ચકકર મા ફસાયો હોય સુવૅણ બચત યોજનાના નામે લોકો ના નાણાં લઈને તે રફુચક્કર થયો હોવાનું ઝવેરી બજારના સુત્રો અનુમાન લગાવી રહ્યા છે. જોકે વેપારીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કયૉ હોય પોલીસ હાથે વેપારી ઝડપાયા બાદ સાચી હકીકત બહાર આવે તેમ હોવાનું લોકો મા ચચૉઈ રહ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું…

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું… ~ #369News

ચાણસ્મા નાગરિક સહકારી બેંક પોતાની પાંચ શાખાઓ સાથે સૌથી શ્રેષ્ઠ શાખા તરીકે ઉભરી આવી..

ચાણસ્મા નાગરિક સહકારી બેંક પોતાની પાંચ શાખાઓ સાથે સૌથી શ્રેષ્ઠ શાખા તરીકે ઉભરી આવી.. ~ #369News