fbpx

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું…

Date:

પાટણ તા. 29
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પાટણ જિલ્લા પ્રમુખ તરીકે યશપાલ સ્વામી ની વરણી ને પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સહિત વિવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આવકારવામાં આવી છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રાણ પ્રશ્નોને પોતાની કલમ વડે વાંચા આપનાર યશપાલ સ્વામીની પત્રકારત્વ ક્ષેત્રની કામગીરીની નોંધ લઇ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે તેઓને જવાબદારી સોંપવામાં આવી હોય તેઓ પોતાને મળેલી પ્રમુખ તરીકેની જવાબદારી બખૂબી રીતે નિભાવી પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કટિબધ્ધ બની કામ કરતા રહે અને પાટણ પંથકની સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની સાથે સાથે પંથકના પ્રાણ પ્રશ્નોને પોતાની કલમ વડે ઉજાગર કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવા અને યશપાલ સ્વામી ને સન્માનિત કરવા શનિવારના રોજ શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી.સાર્વજનિક વિદ્યાલય,એન.એસ. સુરમ્ય બાલવાટિકા- પ્રાથમિક શાળા પરિવાર દ્રારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરાયેલ યશપાલ સ્વામીને બી.ડી.હાઇસ્કુલ ના આચાર્ય ડો બી આર દેસાઈ, પ્રાથમિક શાળા ના આચાર્ય હીરાભાઈ પ્રજાપતિ, સુપર વાઇઝર પી.આર દેસાઈ, સ્થાનિક મંડળના સભ્ય ધીરુભાઈ શાહ, માધ્યમિક શાળાના શિક્ષક પરિમલભાઈ વ્યાસ, પિન્કી બેન પ્રજાપતિ સહિતના સ્ટાફ પરિવારે સાલ, બુકે, ભારત માતાની ફોટો પ્રતિમા, ભગવત ગીતા પુસ્તક અર્પણ કરી અભિ વાદિત કરી શુભેચ્છા ઓ પાઠવતાં યશપાલ સ્વામીએ સૌનો સહ્રદય આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીના એસ. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન કરાયું..

પાટણ તા. ૮પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા...

પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી દ્વારા જરૂરિયાત મંદોને ધાબળા નું વિતરણ કરાયું..

પાટણ,તા.૦૫પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા પાટણના નગરજનો માટે...