માસુમની હાલત નાજુક હોય વેન્ટિલેટર ઉપર રાખી સેમ્પલ મેળવી રિપોર્ટ માટે મોકલી અપાયા..
પાટણ તા. ૩
પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના સાત વર્ષના ચાંદીપુરા વાયરસ સંક્રમિત માસુમ બાળકનું સારવાર દરમિયાન શુક્રવારે સવારે મોત નિપજ્યુ હોવાની ઘટના બાદ શુક્રવારે વધુ એક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયેલી માસુમ બાળકીને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જે માસુમ બાળકીની હાલત નાજુક હોય હાલમાં આઈસીયુમા વેન્ટિલેટર પર રાખવામાં આવી હોવાની સાથે તેના સેમ્પલ મેળવી રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યાં હોવાનું ધારપુર હોસ્પિટલ માં ફરજ પરના તબીબ દ્રારા જાણવા મળ્યું છે.
પાટણ ધારપુર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત બનેલી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા ના સુરેલ ગામની સાત વર્ષીય શોભનાબેન જયંતીજી ઠાકોરને ધારપુર હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી તેને આઈ સી યુ વિભાગમાં વેન્ટિલેટર ઉપર રાખી તેના સેમ્પલ મેળવી રિપોર્ટર અર્થે મોકલી આપવામાં આવ્યા હોય હાલમાં માસુમ બાળકીની હાલત નાજુક હોવાનું ધારપુર હોસ્પિટલના ફરજ પરના તબીબે જણાવ્યું હતું.
નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસની સંક્રમણ દિવસે દિવસે ફેલાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ચાંદીપુરા વાયરસની સંક્રમણને નાથવા ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં આવેલ ઝુપડ પટ્ટી વિસ્તારોમાં સ્પ્રે દ્વારા માટીથી ચણતર કરાયેલા કાચા મકાનોની દીવાલોમાં દવાનો છંટકાવ કરવાની સાથે સાથે લોકોને ચાંદીપુરા વાયરસથી પોતાના માસુમ બાળકોને સુરક્ષિત રાખવા જાગૃત કરવામા આવી રહ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી