fbpx

સંખારી ના શ્રી નિલકંઠેશ્વર મહાદેવ ને શ્રાવણ માસમાં કરાતા જળાભિષેક માટે પ્રજાપતિ યુવાનોએ કાવડ યાત્રા યોજી..

Date:

પાટણ તા. 16 પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે દરવર્ષે શ્રાવણ મહિનામાં જળા અભિષેક માટે ગામના પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા સિધ્ધપુર ખાતે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્ય માંથી પગપાળા કાવડ મારફતે જળ લાવવામાં આવે છે અને આ જળનો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ગામના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવે છે.

ચાલુ સાલે પણ મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના યુવાનોએ કાવડીયાત્રા માં જોડાઈ ભક્તિ મય માહોલ હર હર મહાદેવ ના ગગનચુંબી નારાઓ વચ્ચે સિધ્ધપુર ના શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે થી સંખારી તરફ પ્રયાણ કર્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં સંપન્ન…

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પૂજા-અર્ચન અને દર્શનનો લાભ...

પાટણ શહેરમાં ભક્તિસભર માહોલમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાન પરશુરામજીની ની રથયાત્રા નીકળી..

પાટણ શહેરમાં ભક્તિસભર માહોલમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાન પરશુરામજીની ની રથયાત્રા નીકળી.. ~ #369News