fbpx

પાટણમાં ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ બાદ ત્રણ વખત કમ્પલેઈન મળે એજન્સી સામે કાયૅવાહી કરાશે : પાલિકા પ્રમુખ..

Date:

પાટણ તા. ૨૨
છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા તેમજ પીવાનું દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને સોમવાર
ના રોજ પાલિકા ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને વોટર વર્ક શાખા અને ભૂગર્ભ શાખાના ચેરમેનો તેમજ એજન્સી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ બાદ એકની એક ફરિયાદ ત્રણ વખત પાલિકાને મળશે તો પાલિકા તંત્ર દ્વારા એજન્સી પાસેથી એ કામગીરી માટેના પૈસાની વસુલાત કરવાની ચિમકી પાલિકા પ્રમુખ દ્વારા એજન્સી સંચાલકોને આપવામાં આવી હતી.

સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચોક અપ બનતી ભૂગર્ભ ગટરોની લાઈન ના કારણે ઘણી વખત પીવાનું પાણી પણ દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાના મામલે પાલિકા પ્રમુખ દ્વારા વોટર વર્ક શાખાના બે કર્મચારીઓ તેમજ ભૂગર્ભ ગટર શાખાના બે કર્મચારીઓ મળી કુલ ચાર જણા ની ટીમને આવી કમ્પ્લેનો મળે તુરંત તેનું નિરાકરણ લાવવા બંને શાખાના ચેરમેનોને તેમજ જે તે વોડૅ વિસ્તારની સમસ્યા હોય તે વોડૅ ના કોર્પોરેટર
ને સાથે રાખી તેનું નિરાકરણ કરવા સૂચિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં સૂર્યાનગર પાણીના બોર બાબતે પણ ચર્ચા વિચારણા કરી તાત્કાલિક ધોરણે આ બોર શરૂ કરવામાં આવે અને વિસ્તારના લોકોની પાણીની સમસ્યા નું નિરાકરણ લાવવા પણ સૂચિત કરવામાં આવ્યા હતા.તો શહેરના વોર્ડ વિસ્તારોમાં ચાલતા કેબલ ના કામો ના કારણે સર્જાતી ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપ લાઇન ની ઘટનાઓ બાબતે પણ પાલિકા પ્રમુખે ગંભીરતા દાખવી કેબલ નેટવર્કનું અંડર ગ્રાઉન્ડ કામ કરતા એજન્સીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ પોતાની કામગીરી દરમિયાન ફરજિયાત પાલિકાના વોટર વર્ક શાખા અને ભૂગર્ભ શાખાના જવાબદાર અધિકારીઓને સાથે રાખી કામગીરી કરવા સૂચના ઓ આપવામાં આવી હતી.

સાથે સાથે શહેરના દામાજીરાવ બાગ ની બોરની વારંવાર બળી જતી મોટરના કારણે વિસ્તારના લોકોને ભોગવવી પડતી પાણીની સમસ્યાના નિરાકરણ માટે પણ બોર પર એક્સ્ટ્રા મોટર રાખવા પાલિકા પ્રમુખે સૂચના આપી હતી.

પાલિકા ખાતે મળેલી આ બેઠકમાં વોટર વર્ક શાખા
ના ચેરમેન તેમજ ભૂગર્ભ શાખાના ચેરમેન સહિત એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે પાલિકાના એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની...