fbpx

પાટણ ઔધોગિક તાલીમ સંસ્થા મા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

Date:

પાટણ તા. 13
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિતઔધોગિક તાલીમ સંસ્થા, પાટણ પ્રવેશ ૨૦૨૩ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આઈ.ટી.આઈ.,પાટણ સંસ્થા ખાતે ચાલતા ટ્રેડો માં ફિટર,ઇલેક્ટ્રીશિયન,ડ્રાફ્ટસમેન સિવિલ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી, મિકેનિક મોટર વ્હીકલ,કોપા (કોમ્પ્યુટર ઓપરેટર ક્રમ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ)હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,કોસ્મેટોલોજી(બહેનોમાટે)મિકેનિક ડીઝલ, વેલ્ડર, વાયરમેન,બ્યુટી થેરાપીસ્ટ,ડોન પાયલોટ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, આસીસ્ટન્ટ મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ,નેઈલ ટેકનીશિયન મા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પ્રવેશ મેળવનાર દરેક તાલીમાર્થીઓને પરીક્ષા પાસ કર્યાથી NCVT/GCVT સર્ટીફીકેટ મળવાપાત્ર રહેશે તેમજ દરેક ટ્રેડમાં અદ્યતન મશીનરી તેમજ ઉચ્ચ ગુણવતાની તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ, 51 અને oIT અંતર્ગત સંસ્થા અને કંપનીઓ સાથે MOU થયેલ હોય તાલીમાર્થીઓ માટે નોકરીની સારી તકો તથા ટ્રેકના વિષય સંદર્ભમાં સેમિનાર અને વેબીનાર, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસ તથા પ્લેસમેન્ટ ફેર નું આયોજન અન્ય વિશેષ સુવિધા એસ.સી/એસટી/મહિલા અને દિવ્યાગ તાલીમાર્થીઓને ફી માંથી મુક્તિ, એસ.ટી. બસ પાસ કન્સેશન સુવિધા, સ્ટાઇપેન્ડ, ITI પાસ કર્યેથી ધો. ૮ પાસ ને ધોરણ ૧૦ પાસ અને ધોરણ ૧૦ પાસ ને ધોરણ ૧૨ પાસ સમકક્ષનું પ્રમાણપત્ર આપવામાં આવશે તેવું પાટણ આઈટીઆઈ હેડ મયુરીબેન પ્રજાપતિ એ જણાવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના યુનિવર્સિટી માગૅ પરનું રેલવે ફાટક બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…

બી.એમ.સ્કુલ થી રેલવે નાળા અને જનતા હોસ્પિટલ થી રેલવે...

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા..

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા.. ~ #369News