fbpx

પાટણની વીણા સોનીએ ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયન શિપમાં સિલ્વર મેડલ સાથે બીજો નંબર હાંસલ કર્યો..

Date:

પાટણ તા. ૬
તાજેતરમાં યોજાયેલી રાજયની ઓપન કરાટે ચેમ્પીયનશિપમાં સિલ્વર મેડલ સાથે દ્વિતીય ક્રમે વિજેતા બનનાર વીણા સોનીએ પાટણ શહેર સહિત સોની સમાજનું ગૌરવ વધાર્યું છે. પાટણમાં વકીલાતનો વ્યવસાય કરતાં સમીરભાઇ સોની અને રીષીતાબેન સોનીની દિકરી વીણા સોની વિવિધ રમતોમાં પારંગત છે અને કરાટે તેનો આગવો શોખ રહ્યો છે. શહેરના મ.કા. જીમખાનામાં તૈયાર થયેલી વીણા સોનીએ તાજેતરમાં યોજાયેલી રાજયની કરાટે ચેમ્પીયનશીપ માં ભાગ લઇ ઉજ્જવળ દેખાવ કરી સિલ્વર મેડલ સાથે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. વીણા સોનીએ પોતાની નાની વય મા જ પોતાના સ્વરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી એવા કરાટેના દાવપેચમાં શ્રેષ્ઠતા હાંસલ કરતા માતા-પિતા, દાદા- દાદી સહિત સમસ્ત શ્રીમાળી સોની સમાજે ગૌરવની લાગણી વ્યકત કરી વીણા સોની ને અભિનંદન પાઠવી તેણી રમત ગમત ક્ષેત્રમાં ઉજજવળ કારકિર્દી પ્રાપ્ત કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની સાગોટાની શેરીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિસ્તારના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા.

હિન્દુ મોહલ્લામાં રહેતા કેટલાક લોકો વિધર્મીઓને મકાન વેચી રહ્યા...

સમય દાન થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહેલા પાટણના સેવા ભાવી વ્યક્તિત્વ ધરાવતા સંજય ભાઈ મોદી..

સમય દાન થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહેલા પાટણના સેવા ભાવી વ્યક્તિત્વ ધરાવતા સંજય ભાઈ મોદી.. ~ #369News

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટાર તરીકે ડો.ચિરાગ પટેલે ચાજૅ સંભાળ્યો..

પાટણ તા.9હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં રજીસ્ટાર ડો.રોહિત દેસાઈ...